બેંગલુરૂના અતુલ સુભાષ જેવો કેસ બોટાદથી સામે આવ્યો છે. જેમાં, સુરેશ નામના વ્યક્તિએ પત્નીના ત્રાસથી આત્મહત્યા કરી લીધી છે. બોટાદના ઝમરાળા ગામે પત્નીના ત્રાસથી પતિએ આત્મહત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. પત્નીના માનસિક ત્રાસથી પતિએ મજબૂર બની ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. ત્યારે આત્મહત્યા યુવકે એક વીડિયો બનાવી પોતાની પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા અને વિનંતી કરી છે કે, “એની એવી સ્થિતિ કરજો કે જીંદગીભર યાદ રાખે.”
બોટાદના ઝમરાળા ગામે મજૂરી કામ કરતા સુરેશભાઈ સાથળિયાને પત્ની સાથે અવારનવાર ઝઘડો થતો હોય તેમની પત્ની જયાબેન વારંવાર સાસરે ચાલ્યા જતા હતા. થોડા દિવસો પહેલા પણ આવી ઘટના બનવા પામી હતી અને ઝઘડો કરી જયાબેન તેમના પિયર નવાગામ ચાલ્યા ગયા હતા. ત્યારે સુરેશભાઈ સાથે ટેલિફોનિક વાતચીતમાં તેઓને સાસરે પાછું આવવું નથી તેવું કહી તેના પતિ અને ચાર બાળકોને તરછોડી દીધા હોવાના કારણે સુરેશભાઈને માનસિક આઘાત લાગતા તેઓએ વીડિયો વાયરલ કરી આત્મહત્યા કરી હતી. તેમ જ તેમના મોત માટે તેમની પત્ની જવાબદાર છે તેમજ તેના પર કાર્યવાહી કરવામાં આવે તેવું કહી રહ્યા હોવાનું સામે આવ્યું હતું.
“મારી પત્ની મારા મોત માટે જવાબદાર”
પત્નીના માનસિક ત્રાસથી પતિએ મજબૂર બની ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. ત્યારે આપઘાત પહેલા યુવકે પોતાના મોત માટે જવાબદાર તેની પત્ની રહેશે તેવો વીડિયો પણ વાઈરલ કર્યો છે. જેમાં તેણે કહ્યું કે, “એણે મારું મોત કરાવ્યું છે. એની એવી સ્થિતિ કરજો કે જીંદગીભર યાદ રાખે.” હાલ પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
The #BotadPolice detained a woman on Saturday for allegedly abetting her husband’s suicide after videos surfaced in which the deceased accused her of mental harassment and urged his family to “teach her a lesson”.
The woman, #JayaSathadiya, has been booked under Section 108 of… pic.twitter.com/plualirVkl
— Hate Detector 🔍 (@HateDetectors) January 5, 2025