રસ્તા પર બંગડીઓ વેચનારી આ મહિલાને કડકડાટ અંગ્રેજી બોલતા જોઈને તો સૌ કોઈ હક્કાબક્કા રહી ગયા, જુઓ વીડિયો

બંગડી વેચનારી આ મહિલા બોલે છે કડકડાટ અંગ્રેજી, વીડિયો જોઈને લોકો પણ બોલ્યા.. “આટલું તો અમારા ટીચરને પણ નથી આવડતું…” જુઓ

woman selling bangles speaks English : સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, જેમાંથી કેટલાક વીડિયો એવા હોય છે જે વારંવાર જોવાનું મન થાય અને તે આપણા દિલ પણ જીતી લેતા હોય છે. ખાસ કરીને રોડ પર સામાન વેંચતા કોઈ વ્યક્તિનો ખાસ ટેલેન્ટ હોય કે પછી તે કંઈક અનોખું કરતો હોય, હાલ એક એવી જ મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં રોડ પર બંગડીઓ વેચનારી મહિલા કડકડાટ અંગ્રેજી બોલતી જોવા મળી રહી છે.

કડકડાટ બોલે છે અંગ્રેજી :

આ વીડિયોમાં તમે જોશો કે એક મહિલા બંગડીઓ અને મોતીના હાર વેચી રહી છે. મહિલા વિદેશી પ્રવાસી સાથે અંગ્રેજીમાં વાત કરી રહી છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ હેન્ડલ @der_alpha_mannchen પર શેર કરવામાં આવ્યો છે. આ વિડિયો સાથેના કેપ્શનમાં લખવામાં આવ્યું છે – જીવન ગમે તેટલું હોય, વ્યક્તિએ તેને સારી રીતે કેવી રીતે જીવવું તે જાણવું જોઈએ. વીડિયોમાં મહિલા કોવિડ બાદ થયેલા ફેરફારો વિશે વાત કરતી જોવા મળે છે.

બીચ પર વેચે છે બંગડીઓ :

વિડિયોમાં મહિલા કહી રહી છે કે ફરવા માટે આ એક સારો બીચ છે. હવે તે વધુ પ્રવાસન સ્થળ બની ગયું છે. અગાઉ તે હિપ્પી સ્થળ વધુ હતું. પહેલા જર્મની અને ફ્રાન્સના લોકો વધુ દેખાતા હતા. મહિલા એ પણ વાત કરી રહી છે કે કેવી રીતે કોરોના પછી લોકોએ રજાઓને વધુ પ્રાધાન્ય આપવાનું શરૂ કર્યું છે. અગાઉ આ બીચ પર ભારતીયો ભાગ્યે જ જોવા મળતા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sushant Patil (@der_alpha_mannchen)

પ્રભાવિત થઇ ગયા યુઝર્સ :

આ વીડિયોને 16 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. યુઝર્સ આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- આ મહિલાએ સાબિત કર્યું છે કે અંગ્રેજી માત્ર એક ભાષા છે જ્ઞાન નથી. અન્ય એક યુઝરે લખ્યું છે – મને હવે મારા ભણતર પર શંકા છે. કેટલાક લોકોએ તો એમ પણ કહ્યું કે મહિલાનું અંગ્રેજી તેમના કરતાં સારું હતું. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું કે, ‘તેણે સાબિત કર્યું છે કે અંગ્રેજી માત્ર એક ભાષા છે, જ્ઞાન નથી.’ અન્ય એક યુઝરે કહ્યું, ‘શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીશે તે ગર્જશે.’

Niraj Patel