‘રામ રાખે તેને કોણ ચાખે’! મોત આવ્યું..અને દુપટ્ટો લઈને જતું રહ્યું..માત્ર સેકન્ડમાં બદલાઈ ગયું મહિલાનું જીવન, જુઓ વાયરલ વીડિયો

નસીબ શું હોય છે? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોએ તે સાબિત કર્યું. વાહનની સ્પીડના કારણે અન્ય લોકોના જીવ જોખમમાં મૂકાય છે. સ્પીડ પ્રત્યેનો પ્રેમ એવો છે કે પોતાને ‘હેવી ડ્રાઈવર’ ગણાવતા આ લોકો સાંકડી શેરીઓ અને રહેણાંક વિસ્તારોમાં પણ કારના એક્સીલેટર પરથી પગ હટાવતા નથી. આવી પરિસ્થિતિમાં મોટાભાગે વાહનો કંટ્રોલ બહાર જતા ભયંકર અકસ્માતો સર્જાય છે.

આવા જ એક ગંભીર અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ગાડી અચાનક એક મહિલા તરફ ધસી આવે છે. એવું લાગે છે કે ગાડી તેને સાથે લઈ જશે, પરંતુ ગાડી ફક્ત તેનો દુપટ્ટો ખેંચી લે છે અને મહિલા બચી જાય છે. આ ઘટનાને લઈને લોકો સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક તેને ‘ફાઇનલ ડેસ્ટિનેશન’ ફિલ્મના સીન જેવો ગણાવી રહ્યા છે તો કેટલાક તેને નસીબનો ખેલ ગણાવી રહ્યા છે. હાલ તો આ ઘટના ક્યારે અને ક્યાં બની તેની પુષ્ટિ થઈ નથી.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા રોડના કિનારે ચાલી રહી છે. એક સફેદ કાર રસ્તાની સાઈડમાં પાર્ક કરેલી છે. જ્યારે મહિલા ત્યાંથી પસાર થાય છે, ત્યારે સામેથી પૂરપાટ ઝડપે કાર આવે છે અને ત્યાં પાર્ક કરેલી કાર સાથે અથડાય છે. આ દરમિયાન મહિલાનો આબાદ બચાવ થાય છે. પૂરપાટ ઝડપે આવતી કાર મહિલાનો દુપટ્ટાને ખેંચી જાય છે અને રોડ પર અથડાઈને પલટી ખાય છે.

આ વીડિયો X યુઝર @NazneenAkhtar23 દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું – કોઈએ આ મહિલાને માત્ર તેની એક સેકન્ડની કિંમત પૂછવી જોઈએ, માંડ-માંડ બચી. અત્યાર સુધીમાં આ પોસ્ટને 2 લાખ 68 હજારથી વધુ વ્યૂઝ અને લગભગ 2 હજાર લાઈક્સ મળ્યા છે. ઉપરાંત, સેંકડો યુઝરે આના પર ટિપ્પણી કરી છે. કેટલાક લોકોએ કહ્યું કે, રુંવાડા ઉભા થઈ ગયા.

Twinkle