આ મહિલા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક આવી હતી ફરવા, શહીદો વચ્ચે વાંચી લીધુ એવું કે થઇ ગઇ ઇમોશનલ- જુઓ વીડિયો

દેશની રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની ત્રીજી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન લોકો બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે નેશનલ વોર મેમોરિયલ પર પહોંચ્યા હતા. ત્યારે આ પ્રસંગે એક ઈમોશનલ વીડિયો સામે આવ્યો છે. જ્યારે એક બહેન નેશનલ વોર મેમોરિયલની મુલાકાત લેવા આવી હતી, ત્યારે તેણે સ્મારકમાં તેના ભાઈનું નામ જોયું તો તે પોતાની જાતને રોકી ન શકી અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મહિલાનો આ વીડિયો તેના પતિએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

એક મહિલા તેના પરિવાર સાથે નેશનલ વોર મેમોરિયલમાં આવી હતી. આ દરમિયાન જ્યારે તેણે સ્મારકમાં તેના ભાઈનુ નામ જોયુ તો તે ભાવુક થઈ ગઈ અને રડવા લાગી. રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં તેના કેપ્ટન ભાઈનું નામ જોઈને મહિલા ભાવુક થઈ ગઈ. તે પોતાની જાતને રોકી ન શકી અને તેની આંખમાંથી આંસુ વહેલા લાગ્યા. તેના પતિએ આ ભાવુક ક્ષણનો વીડિયો પોતાના ફોનમાં કેપ્ચર કરી લીધો અને તેને તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો. જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નેશનલ વોર મેમોરિયલની ત્રીજી એનિવર્સરી પર શગુન નામની મહિલા તેના પતિ સાથે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા આવી હતી. શગુનને ખબર ન હતી કે આ સ્મારક પર લખેલા શહીદોમાં તેના શહીદ કેપ્ટન ભાઇ કેડી સાંબ્યાલ પણ હતા. જ્યારે તેણે પોતાના ભાઈ કેપ્ટન સાંબ્યાલનું નામ દેશ માટે બલિદાન આપનારા શહીદોની યાદીમાં જોયું તો તે ભાવુક થઈ ગઈ અને પોતાની જાતને રડતા રોકી શકી નહીં. તમને જણાવી દઈએ કે, નેશનલ વોર મેમોરિયલમાં તે તમામ શહીદ સૈનિકોના નામ સુવર્ણ અક્ષરે લખવામાં આવ્યા છે, જેમણે દેશની આઝાદી બાદથી સૈન્ય સંઘર્ષમાં પોતાની શહાદત આપી છે.

 

View this post on Instagram

 

A post shared by King In the North (@thezerobeing)

તેઓ જમ્મુમાં નિયંત્રણ રેખા દરમિયાન શહીદ થયા હતા. 13મી ડિસેમ્બર, 2001ના રોજ ભારતીય સંસદ પર થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનની સરહદે સમગ્ર ભારતીય સેનાની તૈનાતી માટે ઓપરેશન પરાક્રમ એ સાંકેતિક નામ હતું. પાકિસ્તાન સાથે ભારતીય સેનાની આ અડચણ લગભગ 5 મહિના સુધી ચાલી હતી. આ દરમિયાન પાકિસ્તાની સેના સાથેની અથડામણમાં કેપ્ટન સાંબ્યાલ શહીદ થયા હતા.

Shah Jina