મહીલાએ પહેર્યું એકદમ ટૂંકું શોર્ટ્સ અને બેઠી બગીચામાં, અને પછી સિક્યોરિટી વાળા ગાર્ડએ જે કર્યું છે તે..

મહીલા એકદમ ટૂંકી ચડ્ડી- શોર્ટ્સ પહેરીને બગીચામાં બેઠી, સિક્યોરિટી ગાર્ડએ જે કર્યું.. સંભળાવી આપવીતી

આપણે ત્યાં ઘણા મંદિરો અને જાહેર સ્થળો ઉપર ટૂંકા કપડાંની મનાઈ ફરમાવવામાં આવી છે, જેના કારણે આવી જગ્યાઓ ઉપર પુરા કપડાં પહેરીને જ જવું પડે છે, ત્યારે હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે કે એક મહિલાને ટૂંકો શોર્ટ્સ પહેરવા બદલ 5 વર્ષ માટે બગીચામાંથી બૅન કરી દેવામાં આવી છે.

આ ઘટના બની છે અમેરિકાના કોલોરાડો શહેરમાં રહેવા વાળી એક મહિલા સાથે, જેને પોતાના શોર્ટ્સના કારણે માનસિક ઉત્પીડનનો શિકાર થવું પડ્યું હતું. બેલી બ્રીડલવ નામની આ મહિલા એક થીમ પાર્કની અંદર બેઠી હતી જ્યાં કેટલાક સિક્યુરીટી ઓફિસર દ્વારા તેના શોર્ટ્સને ખુબ જ ટૂંકું જણાવવામાં આવ્યું અને તેને શોર્ટ્સ ખરીદવાની સલાહ આપી.

તે મહિલાએ આ વિશેની ફેસબુક ઉપર પોસ્ટ કરી છે અને તે પોસ્ટ ખુબ જ વાયરલ પણ થઇ રહી છે. તેને લખ્યું છે કે, “થોડા દિવસ પહેલા અમે ઓકલેહામા સીટી ગયા હતા. અમને લાગ્યું હતું કે કોરોના કાળના કારણે અમે ઘણા દિવસો બાદ બહાર નીકળ્યા છીએ અને અમે આ લોકેશન ઉપર જઈને કોવિડ ગાઇડલાઇન ફોલો કરવાની સાથે મસ્તી કરીશું પરંતુ અમારા માટે ખુબ જ ખરાબ અનુભવ રહ્યો.

બેલીએ આગળ લખ્યું છે કે, હું ઓકલેહામા શહેરના ફ્રન્ટિયર થીમ પાર્કમાં લગભગ સાંજે લગભગ પાંચ વાગ્યાની આસપાસ આવી હતી. અહીંયા આવવા માટે મેં ટિકિટ અને પાર્કિંગના ખુબ જ વધારે પૈસા આપ્યા. અમે સાંજે પાંચ વાગે પહોંચ્યા અને અમારી ઠીક રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંતુ સાંજે 7 વાગે અમારી સાથે દુર્વ્યવહાર થયો.

તેને કહ્યું કે અચાનક સાંજે 7 વાગે સિક્યોરિટી ગાર્ડ મારી દીકરી ઉપર બૂમો પાડવા લાગ્યો. કારણ કે તે ત્યાં કૂદી કૂદીને રમી રહી હતી. ત્યારબાદ તે વ્યક્તિ મારી પાસે આવ્યો અને તેનો મારો હાથ પકડી લીધો અને મને કહેવા લાગ્યો કે મારુ શોર્ટ્સ બહુ જ ટૂંકું છે. હું એ વ્યક્તિની વાતને ઇગ્નોર કરીને મારા બોયફ્રેન્ડ પાસે જવા લાગી.

બેલીએ આગળ જણાવ્યું કે, મને ઓટીમ્સની સમસ્યા છે જેના કારણે હું તેમની સાથે સારી રીતે વાત નહોતી કરી શકતી. ત્યારબાદ તે મહિલા ઓફિસર મારી ઉપર બૂમો પાડવા લાગી અને બેકઅપ માટે લોકોને બોલાવવા લાગી. ત્યારબાદ પાર્કના મેનેજર ત્યાં પહોંચ્યા. તેમને મને નવા શોર્ટ્સ ખરીદવાની સલાહ આપી. જેની મેં ના પાડી દીધી.

બેલીએ કહ્યું કે મને પાર્કની અંદર ગેર કાનૂની રીતે ઘુસવા ઉપર ધમકી આપવા લાગ્યા, મેં નવા શોર્ટ્સ ખરીદવા માટે હા કહી દીધી હતી કારણ કે હું મારા પરિવારની રજાઓ ખરાબ કરવા નહોતી માંગતી. ત્યારબાદ મને ધક્કો મારવામાં આવ્યો અને પાર્કના એન્ટ્રન્સ સુધી લઇ જવામાં આવી. ત્યારબાદ મારી આઈડી માંગી. મારી દીકરી આ બધું જોઈને રડવા લાગી. તેને લાગ્યું કે મારી ધરપકડ કરી લેવામાં આવી છે.

તેને પોતાની પોસ્ટમાં આગળ લખ્યું છે કે, “આ વર્ષ 2021 છે અને કોઈ મિડલ સ્કૂલ નથી કે મારી સાથે આ રીતે બોડી સેમ કરવામાં આવે. હું આ મામલામાં પોલીસ પાસે જઈશ. એટલું બધું થવા છતાં પણ આ પાર્ક દ્વારા મારા ઉપર 5 વર્ષનો બૅન લગાવી દેવામાં આવ્યો. અમારી સાથે જેવો વ્યવહાર થયો તેના માટે હું કોર્ટમાં જઈશ અને રિફંડ પાછું લેવાનો પ્રયત્ન કરીશ.

Niraj Patel