દિલ્લી મેટ્રો ટ્રેકથી કૂદવા જઇ રહી હતી છોકરી, બચાવવા દોડી પોલિસ પણ પછી જે થયુ…જુઓ વીડિયો

મેટ્રો સ્ટેશનના ટ્રેકથી કૂદવા જઇ રહી હતી છોકરી, પણ પોલિસે આવી રીતે બચાવી લીધી- જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર દિલ્લી મેટ્રોનો એક નવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક છોકરી મેટ્રો ટ્રેકથી કૂદવાની ધમકી આપતી જોવા મળી રહી છે. હાથમાં મોબાઇલ લઇ તે દિલ્લી મેટ્રોના ઊંચા ટ્રેક પર ચઢી કૂદવાની ધમકી દેતી જોવા મળી રહી છે. ત્યારે છોકરીને જોતા જલ્દી જ નીચે ભીડ એકઠી થઇ જાય છે અને બધા તેને રોકી રાખે છે.

મેટ્રો ટ્રેકથી કૂદવા જઇ રહી હતી છોકરી

જો કે, અધિકારી તાત્કાલિક હરકતમાં આવી મહિલાને બચાવવામાં કામયાબ રહે છે. પોલિસે જણાવ્યુ કે આ ઘટના સાંજની લગભગ પાંચેક વાગ્યાની દિલ્લીના શાદીપુર મેટ્રો સ્ટેશનની છે. વીડિયો ક્લિપમાં મેટ્રો સ્ટેશન પાર કરનાર મહિલા તેના ફોન સાથે એલિવેટેડ મેટ્રો ટ્રેકના કિનારે ઊભેલી જોવા મળી રહી છે. વીડિયોમાં આગળ બતાવવામાં આવ્યુ છે છે તે ટ્રેકની સીમા પાર કરે છે અને રેલિંગ પર ચઢી જાય છે.

પોલિસે આવી બચાવી લીધી

અધિકારીઓનો એક સમૂહ તેને બચાવવા ફુટપાથના રસ્તે ટ્રેક તરફ વધે છે. જો કે, મહિલાને તેમની હાજરી વિશે ખબર પડે છે ત્યાં સુધી તે કાબૂમાં આવી ગઇ હોય છે. તે પછી તેને સુરક્ષિત સ્થાન પર ખેંચી લઇ જવાય છે. હાલ તો એ સ્પષ્ટ નથી થયુ કે છોકરી ત્યાં સુધી કેવી રીતે પહોચી, પણ પોલિસ આ મામલે તપાસ કરી રહી છે.

Shah Jina