પત્ની બનાવી રહી હતી પતિની દાઢી, અચાનક કેમેરા ઉપર પડી ગઈ નજર તો થયું એવું જે તમે પણ જોઇને ખુશ થઇ જશો

કોરોના વાયરસની બીજી લહેરના કારણે દેશભરમાં ઘણા બધા એકમો બંધ કરવામાં આવ્યા હતા, જેના કારણે ઘરે બેઠા જ ઘણા બધા એવા કામ કરવામાં આવ્યા જે પહેલા બહાર કરવામાં આવતા હતા, ઘણા એવા પણ જરૂરી કામ હોય છે જે આવા સમયમાં બંધ રાખવામાં આવે છે. આવું જ એક છે દાઢી અને વાળનું. બંધ થયેલા એકમોમાં સલૂન પણ બંધ હતા, ત્યારે આવા કામ પણ લોકો પોતાના ઘરે જ કરવા લાગી ગયા.

હાલમાં એક પત્ની તેના પતિની દાઢી બનાવી રહી છે તેનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે કોરોનાના કારણે બહાર  નીકળી શકતો હોવાના કારણે પતિની દાઢી વધી ગઈ છે અને મજબૂરીમાં તેને પોતાના ઘરમાં જ દાઢી કરવી પડે છે. ત્યારે પતિને દાઢી કરવામાં તેની પત્ની મદદ કરી રહી છે.

પતિને સલૂનની જેમ ખુરશી ઉપર બેસાડે છે અને તેના ઉપર ચાદર લગાવીને દાઢી કરવાનો જુગાડ લગાવે છે. પત્ની ટ્રિમર લઈને પતિની દાઢી બનાવવા લાગી જાય છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

પરંતુ આ વીડિયો વાયરલ થવાનું બીજું એક કારણ છે. દાઢી બનાવતી વખતે પત્નીની નજર અચાનક કેમેરા ઉપર જાય છે તો તે જોઈને હસવા લાગે છે. આ અંદાજ લોકોને ખુબ જ પસંદ આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ ઉપર આયુષી રોહિલ્લા દ્વારા આ વીડિયોને પોતાના એકાઉન્ટ ઉપર શેર કરવામાં આવ્યો છે. તમે પણ જુઓ આ વાયરલ વીડિયોને…

Niraj Patel