જિમની અંદર પતિ અને તેની પ્રેમિકાને રંગેહાથ ઝડપી લીધા પત્નીએ, પછી ચપ્પલ કાઢી અને દે ધનાધન… જુઓ વીડિયો

ત્રણ તલાક કેસ અને અફેર: ગર્લફ્રેન્ડ સાથે આ કાંડ કરતા પતિને રંગેહાથ ઝડપ્યો, પછી બંનેને ધોઈ નાખ્યા, જુઓ વીડિયો

આજના સમયમાં પતિ પત્ની અને વો વચ્ચેના કિસ્સાઓ સતત સામે આવતા રહે છે, અને આવા કિસ્સાઓ  છુપાવ્યા પણ છુપા રહેતા નથી, અને પછી જોવા જેવી થાય છે. હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક પત્નીએ તેના પતિને તેની પ્રેમિકા સાથે જિમની અંદર રંગેહાથ ઝડપી લીધો હતો.

આ ઘટના બની છે ભોપાલમાં જ્યાં પતિ તેની પ્રેમિકા સાથે જિમની અંદર હતો ત્યારે જ પત્ની આવી પહોંચી અને ત્યારબાદ પત્ની ચપ્પલ લઈને મારવા માટે ફરી વળી હતી, જેનો કોઈએ વીડિયો બનાવી લીધો અને સોશિયલ મીડિયામાં અપલોડ કરી દીધો હતો. આ વીડિયો પણ થોડી જ વારમાં ખુબ જ વાયરલ થઇ ગયો હતો.

જયારે પત્નીને ખબર પડી કે તેના પતિનું જિમની અંદર કોઈ અન્ય મહિલા સાથે અફેર ચાલી રહ્યું છે, તો પત્ની જિમ પહોંચી ગઈ અને તેને ત્યાં જોઈને બધા જ હેરાન પણ રહી ગયા. વીડિયોની અંદર યુવકને છૂટાછેડાના કેસની વાત કરતા પણ સાંભળી શકાય છે. હાલમાં આ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચી ગયો છે અને આ મામલામાં પોલીસે તપાસ પણ શરૂ કરી દીધી છે.


ભોપાલના કોહેફિજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ જિમ આવેલું છે. અહીંયા આ પરણિત યુવક પણ કસરત કરવા માટે આવે છે. ત્યાં જ એક યુવતી આવતી હતી. તેની સાથે યુવકની મિત્રતા થઇ ગઈ અને ધીમે ધીમે આ મિત્રતા અફેરમાં બદલાઈ ગઈ. આ વાતની ખબર યુવકની પત્નીને પહોંચી અને તેને આ બંનેને રંગેહાથ ઝડપી પાડવાનું નક્કી કરી લીધું અને જિમમાં પહોંચી ગઈ.


વીડિયોની અંદર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે યુવકની પત્ની એક અન્ય મહિલા સાથે જિમમાં આવી છે. જિમમાં પહોંચવાની સાથે જ તેને પોતાના ચપ્પલથી લોઅર અને ટીશર્ટ પહેરેલી એક યુવતીને મારવાનું શરૂ કરી દીધું. તો યુવક યુવતીને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ બધા વચ્ચે જ યુવતી જિમની અંદરની તરફના ભાગમાં ચાલી જાય છે. ત્યારે યુવકની પત્ની કહી રહી છે કે તારું આની સાથે અફેર ચાલી રહ્યું છે. જેના બાદ યુવતી તેના પતિને પણ ચપ્પલથી મારવાનું શરૂ કરી દે છે. પત્ની તેના પતિના વાળ ખેંચી અને ચપ્પલથી મારતી નજર આવી રહી છે.

Niraj Patel