વિધવા વહુને પાંચ વર્ષ સુધી ભણાવી ગણાવી બનાવી લેક્ચરર, દીકરાની મોત થતા દીકરીની જેમ કરાવ્યા બીજા લગ્ન

જયાં રાજસ્થાનમાં પહેલા દહેજ, હત્યા અને બાળ વિવાહ જેવી અનેક ખબરો સાંભળવા મળતી હતી ત્યાં હવે રાજસ્થાનની તસવીર બદલાતી નજર આવી રહી છે. ધીરે ધીરે જ પરંતુ બધુ બરાબર થઇ રહ્યુ છે અને લોકોનો પણ નજરિયો મહિલાઓ તરફનો બદલાતો જઇ રહ્યો છે કારણ કે મહિલાઓ પણ કોઇનાથી કમ નથી. તે જે ઇચ્છે તે કરી શકે છે. હાલમાં જ રાજસ્થાનના સીકરના ફતેહપુરથી એક દિલને સ્પર્શી જાય તેવો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક સરકારી ટીટરે તેમની વિધવા વહુના બીજા લગ્ન કરાવી મિસાલ પેશ કરી છે. સાસુએ વહુને દીકરીની જેમ વિદાય કરી.

ટીચર કમલા દેવીના નાના દીકરા શુભમના લગ્ન 25 મે 2016માં થયા હતા. લગ્ન બાદ તે એમબીબીએસના અભ્યાસ માટે કિર્ગીસ્તાન ચાલ્યો ગયો હતો. ત્યાં નવેમ્બર 2016માં તેની બ્રેન સ્ટ્રોકથી મોત થઇ ગઇ હતી. આ પછી સાસુએ વહુને પ્રોત્સાહિત કરી અને ભણાવી. પરિણામ એ આવ્યું કે તેમની પુત્રવધૂ ગ્રેડ 1 ની લેક્ચરર બની. હવે 5 વર્ષ પછી સાસુએ પોતાની વહુના દીકરીની જેમ ધામધૂમથી લગ્ન કર્યા. કમલા દેવીની વહુનું નામ સુનિતા છે, જેના લગ્ન મુકેશ સાથે થયા છે.

કમલા દેવીએ જણાવ્યું કે તેમનો પુત્ર શુભમ અને સુનીતા કોઈ કાર્યક્રમમાં એકબીજાને મળ્યા હતા. જ્યારે શુભમે ઘરે આ વાત કહી તો તેણે સુનીતાના પરિવારજનો સાથે લગ્ન માટે વાત કરી. લગ્ન સમયે સુનીતાના પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હતી. તેણે સુનીતાને દહેજ વગર પોતાના ઘરની વહુ બનાવી. પરંતુ કુદરતને બીજું જ કંઇક મંજૂર હતુ. લગ્નના થોડા મહિનાઓ બાદ જ શુભમનું અવસાન થયું હતું.

કમલા દેવીના મોટા પુત્ર રજત બંગડવાએ જણાવ્યું કે નાના ભાઈ શુભમના મોત બાદ માતા સુનિતાને તેના કરતા પણ વધુ પ્રેમ કરતી હતી. બદલામાં સુનીતાએ પણ માતાની વાત માની. શુભમના અવસાન પછી માતાએ સુનિતાને એમ.એ., બી.એડ. કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવી. ગયા વર્ષે, સુનિતાની હિસ્ટ્રીના લેક્ચરરની પોસ્ટ માટે પસંદગી કરવામાં આવી હતી. હાલમાં તે ચુરુ જિલ્લાના સરદાર શહેર વિસ્તારના નૈનાસર સુમેરિયામાં શિક્ષિકા છે. અમારા ઘરની સંભાળ રાખવા ઉપરાંત સુનીતાએ તેના માતા-પિતાની પણ પૂરી કાળજી લીધી.

ત્યાં સુનીતાએ જણાવ્યું કે પતિના મોત બાદ સાસુએ તેને દીકરી જેવો પ્રેમ આપ્યો. નવુ જીવન શરૂ કરવા સાસુએ મુકેશ સાથે તેના લગ્ન કરાવી દીધા. સાસુ-સસરાએ તેને દીકરીની જેમ દાન આપ્યું છે, જેના કારણે તે ખૂબ જ ખુશ છે. રજતે જણાવ્યું કે સુનીતાના પતિ મુકેશ હાલમાં ભોપાલમાં CAG ઓડિટર તરીકે કામ કરે છે. મુકેશના પરિવારમાં માતા-પિતા અને ભાઈઓ છે, જેઓ સીકરના ચાંદપુરા ગામમાં રહે છે. મુકેશના પ્રથમ લગ્ન પિપરાલી ગામની રહેવાસી સુમન બગડિયા સાથે થયા હતા, જેનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. સુમન રાજસ્થાન પોલીસમાં ASI હતી.

Shah Jina