BIG NEWS : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામુ આપ્યા બાદ જણાવ્યું, કોણ બનશે ગુજરાતના નવા મુખ્યમંત્રી ? જાણો શું કહ્યું

હાલ ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ જોવા મળી રહી છે, કારણ કે ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામુ આપ્યું હોવાની મીડિયામાં ખબરો ચાલી રહી છે, જેના બાદ રાજકારણમાં પણ મોટો ઉહાપોહ મચી ગયો છે. રાજ્યપાલના મળ્યા બાદ સીએમ રૂપાણીએ સીધી પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમણે આ જાહેરાત કરી છે.

આજે રૂપાણી સાથે ભાજપના પ્રદેશ તથા રાષ્ટ્રીય સ્તરના નેતાઓ પહોંચ્યા હતા અને કમલમ ખાતે બેઠકોનો દોર શરૂ કર્યો છે. જ્યારે અમદાવાદમાં વૈષ્ણોવદેવી સર્કલ સ્થિત સરદારભવનના લોકાર્પણ બાદ રૂપાણી સીધા રાજભવન પહોંચ્યા છે. રૂપાણી ત્યાંથી મીડિયાને સંબોધન કરતા  રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. જેના બાદ રાજકારણમાં મોટી હલચલ મચી જવા પામી છે.

તેમણે પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે, હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. મારી જેવા નાના કાર્યકરને મુખ્યમંત્રી જેવી મોટી જવાબદારી આપી. ગુજરાતના વિકાસની યાત્રામાં 5 વર્ષમાં મને જે અવસર મળ્યો તે માટે હું પ્રધાનમંત્રીનો આભાર છું. મેં મુખ્યમંત્રીના પદેથી રાજીનામું આપ્યું છે.હવે મને જે જવાબદારી મળશે , તે હું કરીશ. હું ગુજરાતની જનતાનો પણ આભાર માનું છું. તમામ ચૂંટણીઓમાં ગુજરાતની જનતાનો ખૂબ સારો સાથ મળ્યો છે. તેમણે મંત્રી મંડળના સાથીઓ, વિધાનસભાના સાથીઓનો પણ આભાર માન્યો હતો.

તો આ બાબતે સીમે રૂપાણીએ પણ પોતાનું નિવેદન આપ્યું હતું. વિજય રૂપાણીએ મુખ્યમંત્રી બની અને રાજ્યની સેવા કરવા બદલ ભારતીય જનતા પાર્ટીનો આભાર પણ માન્યો હતો. આ ઉપરાંત તેમને આગામી સમયમાં ગુજરાતના મુખ્યમંત્રી કોણ બનશે તેના વિશે પણ નિવેદન આપ્યું હતું. તેમને જણાવ્યું હતું કે, “સંગઠન જ મારા માટે સર્વસ્વ છે અને આગામી મુખ્યમંત્રી કોણ હશે તે બધુ જ પાર્ટી નક્કી કરશે.” વધુમાં તેમને એમ પણ જણાવ્યું કે “હવે પાર્ટી મને જે જવાબદારી આપશે તે નિભાવીશ.”

ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ ગુજરાત આવ્યા બાદ રાજ્યમાં ભાજપની હલચલ તેજ થયેલી જોવા મળી હતી. કમલમ ખાતે બંધ બારણે રાષ્ટ્રીય નેતાઓ સાથે ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલની બેઠક ચાલી રહી છે. જ્યારે બેઠકમાં અન્ય ચાર મહામંત્રી પણ બેઠકમાં હાજર રહ્યા છે. બેઠકમાં ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર પણ હાજર છે.પાટીદારોના સરદાર ધામ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતાઓ તાત્કાલિક રાજ્યપાલને મળવા માટે પહોંચ્યા હતા.

એટલુ જ નહિ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને પણ તાત્કાલિક બોલાવી લેવામાં આવ્યા હતા. ત્યારે કોઈ મોટી નવાજૂની સર્જાય તેવી રાજકીય ગતિવિધિ તેજ બની છે.કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુરુવારે રાતે લગભગ 8 વાગે એકાએક અમદાવાદ આવી પહોંચ્યા હતા, રાત્રે તેઓ પારિવારિક કામ અર્થે તેમના બહેન ના ત્યાં ગયા હતા, ત્યારબાદ આજે સવારે રવાના થઈ ગયા હતા.

નવા મુખ્યમંત્રી તરીકે આ નામો છે ચર્ચામાં: નવા મુખ્યમંત્રી તરીકે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ગોરધન ઝડફિયાનું નામ ચાલી રહ્યું છે.આવતી કાલે ધારાસભ્ય દળની બેઠક મળશે. બેઠકમાં ધારાસભ્ય દળના નેતા નક્કી કરવામાં આવશે.નવા મુખ્યમંત્રી પાટીદાર નેતા અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા બની શકે છે. આ સિવાય ગોરધન ઝડફિયા અને સી.આર. પાટીલનું નામ પણ ચર્ચામાં.

Niraj Patel