સોનમ કપૂરના સીમંતમાં દાઢી મૂછ અને વનપીસ પહેરેલો આ વ્યક્તિ કોણ છે ? જાણો છો ? જેને લૂંટી લીધી બધી જ લાઇમ લાઈટ, જુઓ

દાઢી-મૂછવાળા આ વ્યક્તિએ સોનમ કપૂરના બેબી શાવરમાં પહેર્યો આટલો શોર્ટ ડ્રેસ, અભિનેત્રીને છોડીને તેની જ થઇ રહી છે ચર્ચા

16 જૂનની સવારથી સોશિયલ મીડિયા સોનમ કપૂરના બેબી શાવરના ફોટાઓથી ભરેલું છે. સોનમના બેબી શાવરની તસવીરોમાં લોકોની નજર એક ખાસ વ્યક્તિ પર પડી હતી. ત્યારે જ યુઝર્સે એ જાણવા માટે માથા મારવા લાગ્યા કે સોનમના બેબી શાવરમાં પરફોર્મ કરનાર આ ખાસ વ્યક્તિ કોણ છે?

જો તમે સોનમ કપૂરના સીમંતની તસવીરો જોઈ હશે, તો તમે એ પણ જોયું હશે કે શોર્ટ ડ્રેસ પહેરેલા એક કલાકાર ફંક્શનમાં હાજર હતો. તેને આ સીમંતના પ્રસંગમાં પોતાના અવાજના જાદુથી લોકોને મદહોશ પણ કરી દીધા હતા. આ કલાકારે વન પીસ પહેર્યું હતું અને સાથે જ દાઢી મૂછ પણ રાખી હતી જેના કારણે તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ ગઈ હતી.

સોનમ કપૂરના બેબી શાવરમાં હાજરી આપનાર આ કલાકાર કોણ છે તે જાણવા ઘણા લોકો ઉત્સુક છે. તો ચાલો અમે તમને જણાવીએ કે તે કોણ છે. સોનમ કપૂરના બેબી શાવરને શાનદાર બનાવવા માટે લિયો કલ્યાણને બોલાવવામાં આવ્યો હતો. તમારામાંથી ઘણા એવા હશે, જેમણે આ નામ પહેલીવાર સાંભળ્યું હશે.

હકીકતમાં લિયો કલ્યાણ બ્રિટિશ-પાકિસ્તાની સિંગર, ગીતકાર, મોડલ અને મ્યુઝિક કમ્પોઝર છે. લિયો કલ્યાણ એક ગે કલાકાર છે જે પોતાના અવાજનો જાદુ ફેલાવવા માટે જાણીતા છે. લિયો કલ્યાણને બાળપણથી જ ગાવાનો શોખ હતો. લિયોએ 13 વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું, પરંતુ તેનો પરિવાર આ વ્યવસાયને સમર્થન આપતો ન હતો. આથી ઘણા વર્ષો સુધી તેઓ પરિવારના સભ્યોથી છુપાઈને ગાતા રહ્યા.

બ્રિટિશ-પાકિસ્તાની સિંગરનું કહેવું છે કે એક કલાકાર તરીકે તેને અન્યના અભિપ્રાયથી કોઈ ફરક પડતો નથી. તેઓ કહે છે કે જો તમે બીજાની વિચારસરણી વિશે વિચારતા રહો છો, તો તમે કંઈપણ સારું કરી શકશો નહીં. લિયો કહે છે કે તેણે ઘણા ગે કલાકારો માટે માર્ગ મોકળો કર્યો છે. તે કહે છે કે આજ સુધી તેણે કોઈ કલાકારને ખુલ્લેઆમ પોતાની જાતીયતા વ્યક્ત કરતા જોયા નથી. પણ તેણે તેમ કર્યું.

આટલું જ નહીં, લિયો દ્વારા લખવામાં આવેલા ઘણા ગીતો ગેના અંગત જીવનને દર્શાવે છે. લિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 88.6k ફોલોઅર્સ છે, જેના માટે તે વીડિયો અને ફોટો શેર કરતો રહે છે. સોનમ કપૂરના બેબી શાવરની તસવીર અને વીડિયો લિયોએ પોતે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું, “બોલિવૂડમાં એક સ્પાઈસ ગર્લ. મેં હમણાં જ સોનમ કપૂરના બેબી શાવરમાં પરફોર્મ કર્યું. શું લાઈફ છે?”

Niraj Patel