લો બોલો ! માર્કેટમાં આવ્યા અજીબોગરીબ સમોસા, સ્નેક લવર્સ બોલ્યા- આ અત્યાચાર અમે નહિ સહન કરીએ…જુઓ વીડિયો

ચાટ લવર્સ સાવધાન, માર્કેટમાં આવી ગયો છે સમોસાનો એકદમ નવો અવતાર, શોકિંગ વીડિયો વાયરલ

ફૂડ એક્સપરિમેન્ટ આજના સમયનો મોટો ટ્રેંડ છે, જેને જુઓ તે આજના સમયમાં શેફ બની મજાથી ફૂડ-ફ્યુઝન તૈયાર કરી અજીબોગરીબ ડિશ બનાવી રહ્યા છે. ઓરિયો મેગીથી લઇ ગુલાબજામુન બર્ગર સુધી ઘણુ બધુ અટપટુ જોવા મળી રહ્યુ છે. પરંતુ આ વખતે ચાર લવર્સ માટે મામલો થોડો સીરિયસ થવાનો છે. સામાન્ય માણસનું સૌથી ફેવરેટ સ્નેક એટલે કે સમોસા ફ્યુઝન ટ્રેંડની ભેટ ચઢી ચૂક્યુ છે. તમે અત્યાર સુધી બટાટા-ડુંગળી વાળા, વટાણા કે ચિકન સ્ટફિંગ વાળા સમોસા તો ખાધા જ હશે પણ હવે માર્કેટમાં બ્લૂબેરી સમોસા આવી ચૂક્યા છે.

માર્કેટમાં આવ્યા બ્લૂબેરીની સ્ટફિંગવાળા સમોસા

બ્લૂ રંગના સમોસાની અંદર બ્લૂબેરીની સ્ટફિંગ કરવામાં આવી હતી. ઇન્સ્ટાગ્રામ પર youthbitz નામના એક હેન્ડલથી વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે- શું તમે પણ એકવાર તેને ખાવા માગશો ? વીડિયોમાં એક છોકરી બ્લૂબેરી સમોસા ખાય છે અને કહે છે કે તેને આ બિલકુલ પસંદ નથી આવ્યા. આ કોમ્બિનેશનને જોઇ ઇન્ટરનેટ યુઝર્સ પણ આઘાતમાં સરી પડ્યા છે.

સમોસાને બરબાદ ન કરો

આ વીડિયોને 4 જાન્યુઆરીએ શેર કરવામાં આવ્યો હતો. કેટલાક લોકો આ બ્લૂ સમોસાને કોઇ બીજુ નામ આપવાની પણ વાત કરી રહ્યા છે, તો કેટલાક એ છોકરીનો આભાર માની રહ્યુ છે, જેણે પોતે સમોસા ખાઇ બીજાના ટેસ્ટને બગડતો બચાવી લીધો. આ વીડિયો પર એક યુઝરે કમેન્ટ કરી કહ્યુ- પ્લીઝ તેમને કહો કે સમોસા પ્રેમ છે, તેને બરબાદ ન કરે.

લોકોએ આપી આવી પ્રતિક્રિયા

તો બીજા એકે કહ્યુ- આને ક્યારેય સમોસા કહેવાની હિંમત ના કરતા. જો કે, કેટલાક એવા પણ છે જે આ કોમ્બિનેશનને પસંદ કરી રહ્યા છે અને એકવાર તેને ટેસ્ટ કરવા ઇચ્છે છે. એકે વીડિયો પર કમેન્ટ કરતા લખ્યુ- હોઇ શકે કે તમને પસંદ ન આવ્યુ હોય, પણ જે લોકોને સ્વીટ પસંદ છે તે તેને ટેસ્ટ કરી શકે છે. જણાવી દઇએ કે, વીડિયો દિલ્લીના ફૂડ આઉટલેટનો હોવાનું કહેવાય છે. જ્યાં અલગ અલગ ફ્લેવરના સમોસા તૈયાર કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Youthbitz Food (@youthbitz)

Shah Jina