જો ધંધામાં થઇ રહ્યુ છે નુકશાન તો બુધવારના દિવસે કરો આ કામ, તેજીથી મળશે નફો

વેપારમાં નુકશાન થઇ રહ્યુ છે ? તો બુધવારના દિવસે કરો આ ઉપાય…મળશે તગડો નફો

બુધવાર ભગવાન ગણેશજીને સમર્પિત છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા વિધિ-વિધાનથી કરવાથી ભક્તના કાર્યો સિદ્ધ થાય છે અને આ સાથે જ સફળતાના માર્ગમાં આવતા અવરોધો પણ દૂર થઈ જાય છે. જો તમે જીવનમાં ઘણી સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છો તો બુધવારે આ ઉપાયો અવશ્ય અજમાવો.

1.ઘરની સુખ-સમૃદ્ધિ માટે અને પરિવારને દરેક ખરાબ નજરથી બચાવવા માટે એક નાનો માટીનો વાસણ ખરીદવો. હવે તે વાસણમાં મધ નાખવું અને તેના પર ઢાંકણ મૂકવું. આ રીતે માટીના વાસણમાં મધ નાખી તેના પર ઢાંકણ લગાવીને મંદિર કે કોઈપણ ધાર્મિક સ્થાન પર રાખો.

2.જો તમને ધંધામાં સતત ખોટ થઈ રહી હોય અથવા નુકશાન થઇ રહ્યુ હોય તે તેમજ મનોબળ ઘટી રહ્યું હોય અથવા તો કોઈપણ નવું કામ શરૂ કરતા પહેલા બે લાલ ફૂલ રાખો અને જ્યારે કામ થઈ જાય ત્યારે તેને વહેતા પાણીમાં તરતા મુકો.

3. જો તમે તમારી બિઝનેસ ટ્રીપથી આર્થિક લાભ મેળવવા ઈચ્છતા હોવ તો કેસરની ડબ્બી લઇ તેને ભગવાનના ચરણોમાં મૂકો અને પછી પોતાની પાસે રાખો. જ્યારે પણ તમે બિઝનેસ ટ્રીપ પર નીકળો ત્યારે કેસરથી તમારા કપાળ પર તિલક લગાવી જાવ.

4. જો તમે તમારા કાર્યમાં કાર્યક્ષમતા પ્રાપ્ત કરવા માંગો છો, તો ગુરુ, પરિવારના પૂજારી અથવા મંદિરના કોઈ પૂજારીના આશીર્વાદ લો અને તેમને લાલ રંગની કોઈ વસ્તુ ગિફ્ટ કરો.

5. જો તમારા બાળકને અભ્યાસમાં રસ નથી અથવા તો તેને ભણે તે યાદ નથી રહેતુ, તો તમારે ઘરમાં લાલ ફૂલનો છોડ લગાવવો જોઈએ અને તેની કાળજી લેવી જોઈએ.

6. જો ઓફિસમાં કોઈ કામ માટે સતત દબાણ રહેતું હોય la પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર દરમિયાન સાત તાજા કેરીના પાન લો. તેને તમારા ઘરની સ્વચ્છ જગ્યાએ રાખો અને પછી 21 દિવસ સુધી તેની પૂજા કરો. 21માં દિવસે આંબાના ઝાડ નીચે રાખો.

7. જો તમારા ઘરમાં સુખ-સુવિધાઓમાં સતત ઘટાડો થઈ રહ્યો છે જેના કારણે તમે ખૂબ જ પરેશાન છો, તો તેના માટે લોખંડના વાસણમાં પાણી, ખાંડ, દૂધ અને ઘી મિક્સ કરો અને તે પાણી કેરીના વૃક્ષના મૂળમાં ચઢાવો.

Shah Jina