વાઘોડિયાના પ્રેમીએ પોતાની પ્રેમિકા સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું, મરતા પહેલા એવું કામ કર્યું કે બધા ચોંકી ઉઠ્યા

હવે બિચારા માં-બાપનું શું થશે? મરતા પહેલા આ વિચિત્ર કામ કર્યું કે પરિવાર મરણચીસોથી ખળભળી ઊઠ્યો

દેશભરમાંથી આપઘાતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ઘણા લોકો આર્થિક તંગીના કારણે મોતને વહાલું કરે છે, તો ઘણા લોકો પ્રેમમાં નિષ્ફળતા મળવાના કારણે મોતને વહાલું કરી લેતા હોય છે, પરંતુ હાલ વાઘોડિયામાંથી એક ચકચારી ભરેલી ઘટના સામે આવી છે, જ્યાં પ્રેમી પંખીડાઓએ કેનાલમાં કૂદી અને પોતાનો જીવ આપી દીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વાઘોડિયાના નાનકડા ટીંબી ગામના પ્રેમીએ પ્રેમિકાની છેલ્લી ઈચ્છા પૂરી કરવા મંગળસૂત્ર અને સેંથામાં સિંદૂર પૂરી અને પછી કેનાલમાં ઝંપલાવીને મોતને વહાલું કર્યું હતું. યિંગલ પ્રેમી જોડાએ કરેલ આપઘાતના કારણે સમગ્ર ગામની અંદર શોકનો મહિલા ફરી વળ્યો છે.

આ બાબતે મળી રહેલ વધુ માહિતી અનુસાર 19 વર્ષીય વિભા ઉર્ફે ગૌરી શામળભાઈ ગોહિલ તથા 21 વર્ષીય જયદીપભાઇ બુદ્ધિસાગર ગોહિલ એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. પરંતુ પરિવાર અને સમાજ તેમના સંબંધને સ્વીકારશે નહિ એમ માનીને બંને પ્રેમી-પંખીડાંઓ તેમના ઘરેથી ગઈકાલે ભાગી ગયા હતા.  જયદીપ બાઈક પર બેસાડી વિભાને ગઈ કાલે લઈ ગયો હતો. બંનેએ પોતાની પાસે આધારકાર્ડ, નવાં કપડાં, મંગળસૂત્ર, સિંદુર રાખ્યા હતા અને ખંડીવાડા અને અડીરણ વચ્ચે મુખ્ય નર્મદા કેનાલ પાસે આવી બાઈક થંભાવી હતી

જ્યાં પ્રેમીએ પોતાની સાથે લાવેલા સિંદૂરથી પ્રેમિકાનો સેંથો પૂર્યો હતો. ગળામાં મંગળસૂત્ર પહેરાવી પોતાના આત્માની સાક્ષીએ ગાંધર્વ લગ્ન કરી પતિ-પત્ની બની ગયાં હતાં. બંનેએ એકબીજાના ફોટા મોબાઈલમાં સેલ્ફી લીધી હતી. છેલ્લી ઘડીની સેલ્ફી લીધા બાદ આ બંને પ્રેમી-પંખીડાંએ ધસમસતા કેનાલમાં ઝંપલાવ્યું હતું.

તેમને પોતાની સાથે લાવેલો સામાન પણ કેનાલના કિનારે જ રાખી મુક્યો હતો. કેનાલમાંથી તેમના  મૃતદેહ ન મળતાં પાણીના પ્રવાહને જોતા આ પ્રેમી-પંખીડાંના મૃતદેહ પંચમહાલની હદમાં તણાઈ ગયા હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જયદીપનો પરિવાર તેની સગાઈ વાઘોડિયાના અંબાલી ગામે કરી હતી. બીજી બાજુ વિભા ઉર્ફે ગૌરીની સગાઈ શેરખી (સિંધરોટ) ગામમાં કરવામાં આવી હતી.

Niraj Patel