ખબર ફિલ્મી દુનિયા

હવે બોલીવુડના આ અભિનેતાના નિધનથી શોકમાં ડૂબ્યું બૉલીવુડ, દેવાનંદનો હતો ભત્રીજો

જ્યારથી કોરોના કાળ આવ્યો છે ત્યારતી બોલીવુડમાં એક પછી એક દિગ્ગજ અભિનેતાઓ ઇન્ડસ્ટ્રી જ નહીં પરંતુ દુનિયાને પણ અલવિદા કહીને ચાલ્યા જાય છે. એ બધા વચ્ચે જ હવે એક સમયના ખ્યાતનામ અભિનેતા દેવાનંદના ભત્રીજા વિશાલ આનંદના નિધનના સમાચારથી બૉલીવુડ ફરી દુઃખમાં ગરકાવ થયું છે.

Image Source

વિશાલ આંનદ અભિનેતાની સાથે ફિલ્મ નિર્દેશક પણ હતો. પોતાના કેરિયરની અંદર તેને 11 ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં “ચલતે ચલતે, ટેક્સી ડ્રાઈવર અને દિલ સે મિલે દિલ” જેવી ફિલ્મોના નામ સામેલ છે. આ ઉપરાંત કેટલીક ફિલ્મોનું નિર્દેશન પણ વિશાલે કર્યું હતું.

Image Source

વિશાલ છેલ્લા કેટલાય સમયથી લાંબી બીમારીથી પીડાઈ રહ્યો હતો. ગઈ કાલે 4 ઓક્ટોમ્બરના રોજ તેને છેલ્લા શ્વાસ લીધા હતા. ગાયક બપ્પી લહેરીને પણ બોલીવુડમાં બ્રેક વિશાલની ફિલ્મ દ્વારા જ મળ્યો હતો.

Image Source

વિશાલ આનંદનું અસલી નામ ભીષ્મ કોહલી હતું. એક સમયે વિશાલે બોલીવુડના દિગ્ગજ કલાકારો સાથે પણ કામ કર્યું હતું.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.