ખતરનાક વિષ યોગ થયો એક્ટિવ: આજથી આ 3 રાશિઓ માટે કપરો સમય, જાણો બચવાના અચૂક ઉપાય

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં સતત ફેરફાર થતો રહે છે, જેની સીધી અસર તમામ ૧૨ રાશિઓના જાતકો પર પડે છે. ૯મી ઓક્ટોબરે મનના કારક ગણાતા ચંદ્રમા રાશિ બદલીને કન્યા રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. બીજી તરફ, ક્રૂર ગ્રહ ગણાતા શનિદેવ હાલ મીન રાશિમાં બિરાજમાન છે.

આ સ્થિતિમાં કન્યા રાશિમાં ચંદ્ર અને મીન રાશિમાં શનિ એકબીજાથી સાતમા સ્થાને હોવાથી ‘સમસપ્તક યોગ’ બનાવી રહ્યા છે. બંને ગ્રહો એકબીજા પર સપ્તમ દ્રષ્ટિ પાડી રહ્યા હોવાથી જ્યોતિષમાં અત્યંત વિનાશકારી ગણાતા ‘વિષ યોગ’નું નિર્માણ થયું છે.

શું હોય છે વિષ યોગ?

જ્યોતિષીય ગણતરી મુજબ જ્યારે જન્મકુંડળી કે ગોચરમાં ચંદ્ર અને શનિની યુતિ થાય અથવા આ બંને ગ્રહો એકબીજાથી સાતમા ભાવમાં (સમસપ્તક) હોય ત્યારે વિષ યોગ બને છે. શનિ અને ચંદ્ર ગુણોમાં એકબીજાથી બિલકુલ વિપરીત (ઉત્તર-દક્ષિણ) માનવામાં આવે છે. આ યોગ બનવાથી વ્યક્તિની માનસિક, આર્થિક અને શારીરિક સ્થિતિ પર નકારાત્મક અસર પડી શકે છે.

આ 3 રાશિઓ માટે સમય રહેશે ભારે

૧. કુંભ રાશિ (Aquarius)

કુંભ રાશિ એ શનિના સ્વામિત્વવાળી રાશિ છે. આ વિષ યોગ તમારા માટે કૌટુંબિક સંબંધોમાં વિખવાદ અને તણાવ લાવી શકે છે.

  • શું ધ્યાન રાખવું: વેપાર અને નાણાકીય લેવડદેવડમાં અત્યંત સાવધાની રાખવી. કોઈ પણ આર્થિક નિર્ણય ઉતાવળમાં ન લેવો. સ્વાસ્થ્ય બાબતે જરાય બેદરકારી ન દાખવવી. જો નોકરી બદલવાનું વિચારતા હોવ તો હાલ પૂરતી રાહ જોવી હિતાવહ છે.

  • ઉપાય: વિષ યોગનો પ્રભાવ ઘટાડવા માટે નિયમિત રીતે ભોળાનાથ (મહાદેવ)ના મંત્રોનો જાપ કરવો.

૨. મેષ રાશિ (Aries)

મેષ રાશિના સ્વામી મંગળ છે. આ વિષ યોગ તમારા માટે માનસિક અશાંતિ અને સ્વાસ્થ્ય સંબંધી પડકારો લાવી શકે છે.

  • શું ધ્યાન રાખવું: ફાલતુ વાદ-વિવાદ અને ગુસ્સાથી બચવું. વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી. વાણી પર સંયમ રાખવો, નહીંતર નાની વાતમાં મોટું નુકસાન થઈ શકે છે. ધૈર્ય જ તમારું સૌથી મોટું શસ્ત્ર રહેશે.

  • ઉપાય: વિષ યોગના દુષ્પ્રભાવથી બચવા માટે રોજ હનુમાન ચાલીસાના પાઠ કરવા.

૩. તુલા રાશિ (Libra)

તુલા રાશિના સ્વામી ધન અને ભૌતિક સુખોના દાતા શુક્ર છે. આ યોગ તમારા ખર્ચમાં અચાનક વધારો કરી શકે છે.

  • શું ધ્યાન રાખવું: ચંદ્રમાના ૧૨મા ભાવમાં અને શનિના ૬ઠ્ઠા ભાવમાં હોવાથી વિરોધીઓ તથા ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું. કોઈના પર અંધ વિશ્વાસ ન મૂકવો. આવક અને જાવકનું યોગ્ય બેલેન્સ જાળવવું અને બજેટ બનાવીને જ ખર્ચ કરવો.

  • ઉપાય: ભગવાન શિવજીની આરાધના કરવી અને શિવલિંગ પર જળ/દૂધનો અભિષેક કરવો.

(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)

Previous Article

શારદીય નવરાત્રિ પર અદ્ભુત શુભ સંયોગ: સિંહ અને તુલા સહિત આ 5 રાશિઓ પર વરસશે મા દુર્ગાની કૃપા, થશે ધન-સંપત્તિનો વરસાદ!

Next Article

શારદીય નવરાત્રિમાં 100 વર્ષ પછી બન્યા 3 મહા રાજયોગ, આ 4 રાશિવાળાનો શરૂ થશે સુવર્ણ કાળ અને થશે અચાનક ધનલાભ

error: Protected Content!