મંગળ ગોચર 2026: કર્ક રાશિમાં નીચના મંગળનું ભ્રમણ, આ 4 રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન!

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના સેનાપતિ અને ઉર્જાના કારક ગણાતા મંગળ ગ્રહ ટૂંક સમયમાં પોતાની નીચ રાશિ એટલે કે કર્ક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. આ વર્ષે ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬, શુક્રવારે સાંજે ૦૪:૪૪ વાગ્યે મંગળનું કર્ક રાશિમાં ગોચર થશે અને તે ૧૨ નવેમ્બર સુધી આ જ રાશિમાં રહેશે. જ્યોતિષ મુજબ કર્ક રાશિમાં મંગળ નીચના પ્રભાવમાં આવે છે, જેના કારણે કેટલીક રાશિના જાતકો માટે મુશ્કેલીઓ વધી શકે છે અને શત્રુઓ પણ પ્રભાવી બની શકે છે.

આ ૪ રાશિઓ પર રહેશે વિશેષ પ્રભાવ:

  • કર્ક રાશિ: મંગળના આ રાશિ પ્રવેશથી જાતકોના જીવનમાં પડકારો વધી શકે છે. માતાના સ્વાસ્થ્યની કાળજી રાખવી. માનસિક તણાવ અને અચાનક ખર્ચ વધવાની સંભાવના છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી અને શત્રુઓથી સચેત રહેવું.

  • મિથુન રાશિ: આ ગોચર મિથુન રાશિના જાતકો માટે કષ્ટદાયક સાબિત થઈ શકે છે. વાણી પર સંયમ રાખવો જેથી કોઈની સાથે વિવાદ ન થાય. શારીરિક અસ્વસ્થતા અને બેચેની રહી શકે છે. ખોટી સંગતથી બચીને રહેવું.

  • સિંહ રાશિ: સિંહ રાશિના જાતકોના ખર્ચમાં અચાનક વધારો થઈ શકે છે. વાદ-વિવાદથી દૂર રહેવું. જમીન-મિલકતના મામલાઓમાં બેદરકારી ન દાખવવી. અભ્યાસ ક્ષેત્રે મુશ્કેલીઓ આવી શકે છે અને અદાલતી કામકાજથી સાવધ રહેવું.

  • ધનુ રાશિ: કર્ક રાશિમાં મંગળનું ભ્રમણ ધનુ રાશિ માટે અશુભ ફળદાયી બની શકે છે. આહાર પર વિશેષ ધ્યાન આપવું. સંતાન સંબંધી ચિંતાઓ વધી શકે છે. ઓફિસ પોલિટિક્સ અને છૂપા શત્રુઓથી નુકસાન થઈ શકે છે, તેથી નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી.

(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)

Previous Article

14 ઓક્ટોબર રાશિફળ: નોરતાના ચોથા દિવસે મંગળકારી રાજયોગ! આ રાશિના જાતકોને મળશે અચાનક ધનલાભ અને સંપત્તિ

Next Article

આવનારા 45 દિવસો સુધી 5 રાશિઓની ચમકશે કિસ્મત: ગ્રહોનો સેનાપતિ મંગળ બનાવશે માલામાલ

error: Protected Content!