પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે અયોધ્યા પહોંચ્યા સચિન તેંડુલકર-જાડેજા સહિત આ સ્ટાર ખેલાડી

અયોધ્યા પહોંચ્યા સચિન તેંડુલકર સહિત ઘણા મોટા ક્રિકેટર્સ, પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થશે વિરાટ કોહલી ?

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઇને ઘણા દિગ્ગજ ક્રિકેટર્સ અયોધ્યા પહોંચી રહ્યા છે. 22 જાન્યુઆરીએ એટલે કે આજે થનાર આ કાર્યક્રમમાં ભાગ લેવા સચિન તેંડુલકર અયોધ્યા પહોંચી ચૂક્યા છે. સચિન સોમવારે સવારે મુંબઇથી રવાના થયા હતા. આ પહેલા ટીમ ઇન્ડિયાના પૂર્વ પેસર વેંકટેશ પ્રસાદ અને અનિલ કુંબલે પણ અયોધ્યા પહોંચી ચૂક્યા છે. સચિન આ દરમિયાન પારંપારિક અવતારમાં જોવા મળ્યા હતા.

આ ઉપરાંત દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલે પણ અયોધ્યા પહોંચી ચૂક્યા છે. કુંબલે પતિની સાથે અયોધ્યા પહોંચ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થવાને લઇને કુંબલેએ ખુશી પણ જાહેર કરી. તેમણે કહ્યુ- આ એક અદ્ભૂત અવસર છે, ખૂબ જ દિવ્ય અવસર છે. આનો ભાગ બની ધન્ય થઇ ગયો. આ ઘણુ ઐતિહાસિક છે. રામલલાથી આર્શીવાદ મેળવવા માટે ઉત્સુક છું

જ્યારે ભારતીય ટીમના પૂર્વ તેજ ગેંદબાજ વેંકટેશ પ્રસાદે પણ તેમના ટ્વિટર એકાઉન્ટથી એક ફોટો અને વીડિયો શેર કર્યો છે. આ ફોટોમાં વેંકટેશ પ્રસાદ અયોધ્યામાં જોવા મળી રહ્યા છે. તેમણે ફોટો સાથે કેપ્શનમાં લખ્યુ- જય શ્રી રામ, શું શાનદાર પળ છે. આપણે બધા જીવનભરના મહત્વપૂર્ણ પળના સાક્ષી બનવા તૈયાર છીએ. આપણા સૌથી મહત્વપૂર્ણ દિવસોમાંથી એક. સંપૂર્ણ અયોધ્યા અને આપણા રાષ્ટ્રનો અધિકાંશ ભાગ ખુશીથી ઝૂમી રહ્યો છે. અયોધ્યાપતિ શ્રી રામચંદ્રજી કી જય.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, વિરાટ કોહલીના પણ અયોધ્યા પહોંચવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વિરાટનો અયોધ્યા પહોંચવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં કિંગ કોહલીના પૂરા કાફલા સાથે અયોધ્યા પહોંચ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

ત્યાં, ભારતીય મૂળના સાઉથ આફ્રીકી ક્રિકેટર કેશવ મહારાજે અયોધ્યામાં બની રહેલ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા શુભકામના મોકલી હતી. ટ્વિટર પર વીડિયો શેર કરી તેમણે કહ્યુ- બધાને નમસ્તે. સાઉથ આફ્રિકામાં રહી રહેલા ભારતીય મૂળના લોકોનું અયોધ્યામાં બની રહેલા રામ મંદિર માટે શુભકામના આપવા માગુ છુ. ઉમ્મીદ કરુ છુ કે આનાથી દુનિયામાં શાંતિ, સદ્ભાવ, આધ્યાત્મિક જ્ઞાન આવે. જય શ્રી રામ.

ત્યાં, અન્ય ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોને પણ આ ઇવેન્ટ માટે આમંત્રણ મળ્યું છે. જેમાં મહેન્દ્ર સિંહ ધોની, સુનીલ ગાવસ્કર, વિરેન્દ્ર સેહવાગ, સૌરવ ગાંગુલી, કપિલ દેવ અને ગૌતમ ગંભીર જેવા મહાનુભાવોના નામ સામેલ છે. આ ફંક્શન માટે મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન મિતાલી રાજને પણ આમંત્રિત કરવામાં આવી છે. વર્તમાન ક્રિકેટરોની વાત કરીએ તો આ સમારોહમાં વિરાટ કોહલી ઉપરાંત રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સમારોહમાં દેશ અને દુનિયામાંથી લોકો ઉમટશે. રિપોર્ટ્સ અનુસાર, વિરાટ કોહલી આ ફંક્શનમાં જશે. તેણે આ માટે BCCI પાસે પરવાનગી માંગી હતી. જે મળી આવ્યો છે. ક્રિકબઝ અનુસાર, કોહલી 21 જાન્યુઆરીએ પ્રેક્ટિસ સેશન બાદ અયોધ્યા જવા રવાના થયો હતો.

Shah Jina