વિરાટ કોહલી અને બેયરસ્ટો મેદાન ઉપર જ બાખડી પડ્યા, વિરાટે કહ્યું, “તારું મોઢું બંધ કર અને ચુપચાપ..” જુઓ વીડિયો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એજબેસ્ટન ટેસ્ટમાં સંપૂર્ણ રોમાંચ જોવા મળી રહ્યો છે. પહેલા બે દિવસમાં ભારતીય ટીમે આ મેચમાં સરસાઈ મેળવી લીધી છે અને ત્રીજા દિવસની શરૂઆત ઉગ્ર દલીલ સાથે થઈ છે. ઈંગ્લેન્ડના જોની બેયરસ્ટો અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી વચ્ચે મેદાન પર માથાકૂટ થઈ હતી. જે બાદ અમ્પાયરોએ દરમિયાનગીરી કરવી પડી હતી.

ત્રીજા દિવસની રમત શરૂ થઈ ત્યારે ઈંગ્લેન્ડ તરફથી જોની બેયરસ્ટો અને બેન સ્ટોક્સ ક્રિઝ પર આવ્યા હતા. રમત શરૂ થયાના થોડા સમય બાદ જ્યારે મોહમ્મદ શમી બોલિંગ કરી રહ્યો હતો ત્યારે વિરાટ કોહલી અને જોની બેયરસ્ટો વચ્ચે થોડી વાતચીત થઈ હતી. ત્યાં જ જોની બેયરસ્ટોનો એક બોલ બીટ હતો, જે બાદ સ્લિપમાં ઉભેલા વિરાટ કોહલીએ કંઈક કહ્યું.

જ્યારે જોની બેયરસ્ટોએ આનો પલટવાર કર્યો તો વિરાટ કોહલી તેની તરફ આગળ વધ્યો. આ પછી બંને વચ્ચે જોરદાર બોલાચાલી થઈ હતી, જેમાંથી કેટલોક અવાજ માઈક પર પણ સંભળાયો. વિરાટ કોહલીને એમ કહેતા સાંભળવા મળે છે કે “મને ના કહેશો શું કરવાનું છે, તું ચુપચાપ બેટિંગ કર.”

વિરાટ કોહલી અને જોની બેયરસ્ટો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને અમ્પાયરોને પણ દરમિયાનગીરી કરવી પડી હતી. બંને અમ્પાયરોએ કોહલી અને બેયરસ્ટોને શાંતિ જાળવવા કહ્યું. જે બાદ વાતાવરણ થોડું શાંત થઈ ગયું, જ્યારે મોહમ્મદ શમીની ઓવર પૂરી થઈ ત્યારે બ્રેકની વચ્ચે વિરાટ કોહલી અને જોની બેરસ્ટો વચ્ચે બોલાચાલી થઈ હતી અને બંને હસતા જોવા મળ્યા હતા.

તમને જણાવી દઈએ કે ગત દિવસે જ્યારે વરસાદ પડ્યો હતો, તે સમયે વિરાટ કોહલી અને જોની બેયરસ્ટોની તસવીર વાયરલ થઈ હતી. જેમાં બંને મજાક કરતા પેવેલિયન તરફ જતા હતા. વિરાટ કોહલીની વાત કરીએ તો મેદાન પર આ પ્રકારની આક્રમક સ્ટાઈલ અવારનવાર જોવા મળે છે, જે ફેન્સને ખૂબ જ પસંદ આવે છે.

Niraj Patel