બાંગ્લાદેશ સામેની મેચમાં કિંગ કોહલી પર લાગ્યો ફેક ફિલ્ડિંગનો આરોપ, જો આમ ના થયું હોત તો બાંગ્લાદેશ..વિવાદિત એમ્પાયરિંગને લઈને થશે ફરિયાદ

આખરે શા કારણે બાંગ્લાદેશના વિકેટ કીપરે લગાવ્યો છે કિંગ કોહલી પર ફેક ફિલ્ડિંગ કરવાનો આરોપ ? જાણો સમગ્ર મામલો

ઓસ્ટ્રલિયાની અંદર હાલ ક્રિકેટનો મહાસંગ્રામ જામ્યો છે. સેમિફાઇનલની રેસમાં પહોંચવા માટે કાંટાની ટક્કર પણ જોવા મળી રહી છે. ત્યારે ભારતે બાંગ્લાદેશ સામેની રોમાંચક મેચમાં બાંગ્લાદેશને 5 રને હરાવીને જીત મેળવી હતી, ત્યારે આ મેચને લઈને હવે એક વિવાદ સામે આવી રહ્યો છે. ભારતીય ટીમના કિંગ કોહલી દ્વારા ફેક ફિલ્ડિંગ કરવાનો બાંગ્લાદેશ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડનું કહેવું છે કે ભારત વિરુદ્ધ રમવામાં આવેલી ટી-20 વર્લ્ડ કપ 2022ના મુકાબલામાં એમ્પાયર પર ફરિયાદ દાખલ કરાવશે. બાંગ્લાદેશના વિકેટકીપર બેટ્સમેન નુરુલ હસને આરોપ લગાવ્યો છે વિરાટ કોહલીએ ફેક ફિલ્ડિંગ કરી હતી અને આ મામલા પર એમ્પાયર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહોતું.

તો મીડિયા રિપોર્ટ પ્રમાણે બીસીસીઆઈએ જણાવ્યું હતું કે, “અમે આના વિશે વાત કરી છે. તમે પણ તેને ટીવીમાં જોયું છે અને બધું જ તમારી સામે થયું છે. ફેક થ્રોનો મામલો હતો જેના વિશે અમે એમ્પાયરને પણ જાણ કરી હતી અને તેમને કહ્યું હતું કે તેમનું ધ્યાન તેના પર નહોતું ગયું અને તેના કારણે જ તે રીવ્યુ ના લઇ શક્યા.

શાકિબે પણ એમ્પાયર સાથે ઘણીવાર સુધી વાત કરી હતી. શાકિબે એમ્પાયરને મેચ ચાલુ કરવા માટે થોડો વધુ સમય લેવાનું કહ્યું હતું, પરંતુ એમ્પાયરનો નિર્ણય અંતિમ હોય છે.” આ મેચ પૂર્ણ થયા બાદ તેણે કહ્યું હતું કે કોહલીએ ફેક ફિલ્ડિંગ કરી છે. એ વાત તો સાચી છે કે કોહલીએ હાથમાં બોલ ના હોવા છતાં પણ ફેક થ્રો કરવાની એક્શન કરી હતી. તેના પર મેદાન પર રહેલા બેટ્સમેનનું ધ્યાન નહોતું ગયુ અને એમ્પાયરે પણ તેના પર ધ્યાન નહોતું આપ્યું.

વાત કરીએ જો નિયમોની તો નિયમ પ્રમાણે જો ફિલ્ડરની કોઈ હરકતથી બેટ્સમેનને ભટકાવવામાં આવે છે તો બેટિંગ કરનારી ટીમને પેનલ્ટીના રૂપે 5 રન આપવામાં આવે છે. નુરુલ એ જ વાત જણાવી રહ્યો હતો કે જો આ ઘટના પર એમ્પ્યારનું ધ્યાન ગયું હોત તો બાંગ્લાદેશને પેનલ્ટીના પાંચ રન મળી જતા અને કદાચ સુપર ઓવર થતી અથવા તો બાંગ્લાદેશની ટીમ મેચ જીતી હતી.

આ ઘટના બાંગ્લાદેશ બેટિંગ કરી રહ્યું હતું ત્યારે થઇ હતી. ત્યાં સુધી વરસાદના કારણે મેચ રોકાઈ ન હતી. લિટન દાસે 7મી ઓવરનો પહેલો બોલ બેકવર્ડ પોઈન્ટની દિશામાં રમ્યો હતો. જેને અર્શદીપે વિકેટ કીપરના છેડે ફેંક્યો હતો. કોહલી પણ વચ્ચે જોવા મળ્યો હતો. તેની પાસે ન તો બોલ હતો કે ન તો થ્રો, પરંતુ કોહલીએ નોન-સ્ટ્રાઈકરના છેડે ફેંકવાનું નાટક કર્યું હતું.

Niraj Patel