અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના જીવન સાથે જોડાયેલી દરેક બાબત હંમેશાં ફેન્સનું ધ્યાન ખેંચતી હોય છે, પછી તે બોલિવૂડની ચકાચૌંધ હોય કે ક્રિકેટ જગતનું ગ્લેમર. પરંતુ આ વખતે આ સુપરસ્ટાર યુગલની ચર્ચા કોઈ લક્ઝરી લાઇફસ્ટાઇલ કે ગ્લેમરસ ઈવેન્ટ માટે નહીં, પરંતુ તેમની સાદગી અને ભક્તિભાવ માટે થઈ રહી છે. તાજેતરમાં અનુષ્કા અને વિરાટ મુંબઈમાં યોજાયેલા પ્રખ્યાત ભક્તિ ગાયક કૃષ્ણ દાસના લાઈવ કીર્તન કોન્સર્ટમાં પહોંચ્યા હતા, જ્યાં બંનેનો એકદમ સુંદર અને આધ્યાત્મિક અંદાજ જોવા મળ્યો હતો.
Virat Kohli and Anushka Sharma at Krishna Das concert in Mumbai. https://t.co/ZwswXAPVf7
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 25, 2026
‘રાધે ગોવિંદા’ના નામના જપ સાથે ભજનનો આનંદ માણ્યો
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં વિરાટ અને અનુષ્કા કાર્યક્રમમાં સૌથી આગળની હરોળમાં બેસેલા જોવા મળે છે. અનુષ્કા શર્મા ભક્તિસંગીતની ધૂન પર તાળીઓ વગાડીને ‘રાધે ગોવિંદા’નો જાપ કરતી અને ભજનોમાં લીન થતી દેખાઈ હતી. તેમના ચહેરા પર એક અનોખી શાંતિ અને સુકુન સ્પષ્ટ નજરે પડતા હતા. બીજી તરફ, વિરાટ કોહલી પણ બ્લેક ટી-શર્ટમાં કેઝ્યુઅલ લુક સાથે શાંતિથી કીર્તનનો આસ્વાદ માણતા નજરે પડ્યા હતા.
Virat Kohli And Anushka Sharma During Krishna Das Concert in Mumbai.❤️
.
.
.
.
.
#Virushka https://t.co/YNzMLhsd8O— virat_kohli_18_club (@KohliSensation) October 25, 2026
અનુષ્કા શર્માનો સાદો અને સુંદર એથનિક લુક
આ આધ્યાત્મિક કાર્યક્રમ દરમિયાન અનુષ્કા શર્માએ પોતાના ડ્રેસિંગ સ્ટાઇલથી પણ ચાહકોની પ્રશંસા મેળવી હતી. તેણે મજેન્ટા કલરનો અનારકલી ડ્રેસ પહેર્યો હતો, જે ખૂબ જ સાદો છતાં ભવ્ય લાગતો હતો. સત્સંગ કે ભક્તિ સંધ્યાના વાતાવરણને અનુરૂપ અનુષ્કાએ હેવી આઉટફિટના બદલે સોબર લુક પસંદ કર્યો હતો. હળવો મેકઅપ, ખુલ્લા વાળ અને કપાળ પર નાની બિંદી સાથેનો આ લુક તેની સાદગીમાં વધારો કરી રહ્યો હતો.

કેટલી હતી અનુષ્કાના અનારકલી ડ્રેસની કિંમત?
રિપોર્ટ્સ અનુસાર, આ કોન્સર્ટ માટે અનુષ્કાએ ‘Place the Dot’ બ્રાન્ડનો ‘ઘૂમર અનારકલી મલબરી સેટ’ પસંદ કર્યો હતો. મેચિંગ દુપટ્ટા સાથેના આ સુંદર આઉટફિટની કિંમત આશરે 10,900 રૂપિયા જણાવવામાં આવી રહી છે. ગ્લેમર જગતમાં મોંઘા અને ડિઝાઈનર કપડાં માટે જાણીતા સેલેબ્સ વચ્ચે અનુષ્કાનું આ રીતે સાદગીપૂર્ણ અંદાજમાં ભજનોનો આનંદ માણવું સોશિયલ મીડિયા પર યુઝર્સને ખૂબ જ પસંદ આવી રહ્યું છે.