ટીવી જગતની જાણીતી અભિનેત્રી અનુષ્કા સેને નાની ઉંમરે જ મનોરંજન ઉદ્યોગમાં મોટું નામ કમાઈ લીધું છે. અનુષ્કા માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સાઉથ કોરિયામાં પણ ખૂબ જ લોકપ્રિય છે. હાલમાં જ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોતાની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે, જેમાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.

સમુદ્ર કિનારે ચિલ કરતી નજરે પડી અભિનેત્રી
અનુષ્કા સેને ઇન્સ્ટાગ્રામ પર સમુદ્ર કિનારે એન્જોય કરતી પોતાની બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં તેણે મલ્ટીકલર બિકીની પહેરી છે અને સ્ટાઇલિશ અંદાજમાં પોઝ આપતી નજરે ચડી રહી છે. કાળા રંગના સનગ્લાસિસ પહેરીને તેણે પોતાનો લુક વધુ આકર્ષક બનાવ્યો છે.

ફેન્સ થયા ઘાયલ
તસવીરોમાં અનુષ્કા ક્યારેક પોતાના વાળ લહેરાવતી તો ક્યારેક રેતી પર સૂતી અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી દેખાઈ રહી છે. આ તસવીરોમાં તેનું ટોન્ડ ફિગર સાફ નજરે પડે છે. તેની આ સુંદરતા અને બોલ્ડનેસ પર ફેન્સ ફિદા થઈ ગયા છે. પોસ્ટના કેપ્શનમાં અનુષ્કાએ ખુદને ‘બીચ બેબી’ ગણાવી છે. ફેન્સે તેની આ તસવીરો પર કોમેન્ટ કરીને ‘ફાયર’, ‘ગ્લેમરસ’ અને ‘સ્ટનિંગ’ જેવા શબ્દોનો વરસાદ કર્યો છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા સેન્શેશન છે અનુષ્કા
અનુષ્કા સેન એક ઉત્તમ અભિનેત્રી હોવાની સાથે-સાથે મોટી સોશિયલ મીડિયા સેન્શેશન પણ છે, ઇન્સ્ટાગ્રામ પર તેના 37.4 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તે બાળપણથી જ શોબિઝ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તેણે ‘બાલવીર’, ‘ઝાંસી કી રાણી’ અને ‘ખતરો કે ખિલાડી 11’ જેવા લોકપ્રિય હિન્દી શોમાં કામ કર્યું છે અને તે ઓટીટી પ્લેટફોર્મ પર પણ ખૂબ સક્રિય છે.