ધૈર્યરાજ જેવી બીમારીથી પીડાઈ રહ્યું હતું બીજું એક બાળક, વિરાટ કોહલી અને અનુષ્કા આવ્યા મદદે, ભેગા કર્યા 16 કરોડ રૂપિયા

ગુજરાતના એક નાના એવા ગામડાના બાળક ધૈર્યરાજની મદદ માટે ઘણા લોકો સામે આવ્યા અને તેની સારવાર માટે થનારો 16 કરોડનો ખર્ચ પણ થોડા જ સમયમાં ભેગો કરી અને ધૈર્યરાજને એક નવું જીવન આપવામાં આવ્યું, ત્યારે હાલ વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ પણ એક નાના બાળકને નવું જીવન આપ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

વિરાટ અને અનુષ્કાએ નાના બાળક અયાંશ ગુપ્તા નામના બાળકનો જીવ બચાવ્યો છે. આ બાળક પણ સ્પાઈનલ મસ્કયુલર એટ્રોફી નામની દુર્લભ બીમારીથી પીડાઈ રહ્યો હતો. આ બાળકને દુનિયાની સૌથી મોંઘી દવા જોલ્ગેનસ્માની જરૂર હતી.  જેની કિંમત લગભગ 16 કરોડ રૂપિયાની આસપાસ હતી.

બાળકની સારવાર માટે ફંડ ભેગું કરવા અયાંશના માતા પિતાએ “AyaanshFightsSMA” નામથી એક ટ્વીટર એકાઉન્ટ બનાવ્યું હતું. થોડા દિવસ પહેલા જણકારી મુકવામાં આવી હતી કે દવા મળી ગઈ છે અને તેના માટે વિરાટ અનુષ્કાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Niraj Patel