અંગેજી ભાષાએ કરી દીધી મહિલાની જિંદગી બરબાદ, પતિએ લગ્ર પેહલા અંગેજી ભાષા બોલી કરી એવી રીતે ઈમ્પ્રેસ, પછી થયું કંઈક એવું… જુઓ વીડિયો

આજના સમયમાં, કેટલાક લોકોએ અંગ્રેજીને માત્ર એક ભાષા જ નહીં, પણ સૅટ્સનું એક પ્રતીક મને છે. લોકોને લાગે છે કે જેઓ અંગ્રેજીમાં વાત કરે છે તેઓનું ઉચ્ચ ધોરણ હશે અને સારા સમાજમાં જીવશે અને સારી કમાણી કરતા હશે. પરંતુ ઘણીવાર લોકો અંગ્રેજીની ચમકમાં ફસાઈ જાય છે અને મનુષ્યના વાસ્તવિક વ્યક્તિત્વને સમજવામાં ભૂલ કરે છે. જો કે, ત્યાં સુધીમાં બહુ મોડું થઇ જતું હોઈ છે. આ દિવસોમાં, આવો એક કેસ સોશિયલ મીડિયા પર ઘણી બધી હેડલાઇન્સ બનાવી રહ્યો છે, જેમાં એક મહિલાને એમ કેહતા સાંભળી શકાય છે કે અંગ્રેજીને કારણે તેનું જીવન બરબાદ થઈ ગયું.

આ વીડિયોમાં એક મોટું શિક્ષણ છુપાયેલું છે જેને રમુજી રીતે બનાવવામાં આવ્યું છે કે કેવી રીતે ભ્રામક વ્યક્તિ ભાષાકીય ધોરણે કોઈની ક્ષમતા અથવા તેની સામાજિક સ્થિતિનું મૂલ્યાંકન કરી શકે છે. જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં સ્ત્રી કહે છે કે, તેનું જીવન અંગ્રેજીના મામલામાં ફસાઇને બરબાદ થઈ ગયું હતું. તેમણે આગળ સમજાવ્યું કે ‘પતિ’ એ અંગ્રેજીમાં તેની નોકરીની વિગતો આપીને તેને કેવી રીતે ઇમ્પ્રેસ્સ કરી, જે પછીથી તેના માટે સમસ્યા બની.

શાલિની પંડિત એક કન્ટેન્ટ ક્રિયેટર છે, અને આવા વીડિયોઝ બનાવવા માટે જાણીતી છે. તેમણે મનોરંજનના હેતુ માટે આ વીડિયો બનાવ્યો છે, જે લોકોને ખૂબ પસંદ આવ્યો છે. વીડિયોમાં, શાલિની કહે છે, લગ્ન પહેલાં, મેં મારા પતિને પૂછ્યું કે તમે શું કામ કરો છો? આના પર, પતિએ કહ્યું કે તે સંસ્થા ઓટોમોબાઇલ્સમાં ડીલ કરે છે.આ પછી, તેમણે કહ્યું કે વાહનો નીચે જે ચાર રાઉન્ડમાં એલીમેન્ટ્સ હોઈ છે તેમાં ખામી શોધવાનું અને તેને ઠીક કરવાનું તેનું કામ છે.

મહિલા આગળ કહે છે કે અંગ્રેજીમાં સાંભળીને એવું લાગતું હતું કે ત્યાં તેની એક મોટી પોસ્ટ હશે. પરંતુ પાછળથી તે જાણવા મળ્યું કે તે પંચર કરે છે.@I_shalini_pandit ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સાથે શેર થયેલા આ વીડિયો ઇન્ટરનેટ પર હેડલાઈનમાં છે. અત્યાર સુધીમાં, 65 લાખથી વધુ વખત તેને જોવામાં આવ્યો છે, જ્યારે બે લાખથી વધુ લોકોને તે વીડિયો ગમ્યો છે અને ઘણા લોકો કૉમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, પતિ તદ્દન હોશિયાર નીકળ્યો. બીજાએ કહ્યું, લો ભૈયા જીવન પંચર થઈ ગયું. અન્ય એક એ કહ્યું, કંઈપણ કહો, પરંતુ ભાઈસાહેબની અંગ્રેજી મજબૂત હતી.

 

View this post on Instagram

 

A post shared by Shalini Pandit (@i_shalini_pandit)

Previous Article

જવાનોની બહાદુરી; ચાલુ ટ્રેનથી પડતા મુસાફરને દોડીને બચાવ્યો, જાણો આખી મેટર

Next Article

ઝરણા નીચે બ્લાઉઝમાં બોલ્ડ થઇ કપિલ શર્માની ઓનસ્ક્રીન પત્ની, રેડ સાડીમાં દેખાડ્યું એવું ફિગર કે અચંબામાં પડી જશો, જુઓ

error: Protected Content!