અરે બાપરે..આંટીએ તો ભારે કરી, આંટી નહીં આ તો ખતરો કે ખેલાડી! દાંતથી પંખો રોક્યો, જુઓ વીડિયો

આપણે જોતાં હોઈએ છીએ સોશિયલ મીડિયા પર અજબગજબના વીડીયો વાઇરલ થતાં રહે છે. તાજેતરમાં એવો જ એક વધુ વીડીઓ વાઇરલ થઈ રહ્યો છે. કે જેને જોઇને તમે પણ શોક થઈ જશો. હકીકતમાં આ વીડીયોમાં એક મહિલા ખતરનાક સ્ટંટ કરતી જોવા મળી રહી છે. આ વીડીયો જોઇ તમે હેરાન થઈ જશો અથવા તો તમારું હસવાનું રોકી નહીં શકો.

વાયરલ વીડીયોમાં તમે જોઇ શકો છો કે એક મહિલા ટેબલ પર ઊભી રહી છે અને છત પર લટકતા પંખાને ધ્યાનથી જોઈ રહી છે. અચાનક થોડીક જ વારમાં તે પંખાને પોતાના દાંતથી પકડી લે છે, જેથી પંખો અટકી જાય છે. મહિલાનો આ જોખમી સ્ટંટ જોઈને તમે પણ અચંબિત થઈ જશો.આ વીડીયો કે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Davesh Prakash Pokale (@davyaaaaaa)

આ વીડીયોને ઇન્સ્ટાગ્રામ પર @davyaaaaaa નામના યુઝરે શેર કર્યો છે. હાલ આ વીડીયો જે ખૂબ જ વાઇરલ થી રહ્યો છે. અનેક લોકો વીડીયોને રમૂજી ગણાવી રહ્યા છે. તો ઘણા મૂર્ખતા ભર્યું કામ કહી રહ્યા છે. વીડીયો પર ઘણા લોકોએ કોમેન્ટ કરી છે. એક યુઝરે લખ્યું- આ કાકી તો ખતરો કે ખેલાડી નીકળી.તો બીજાએ લખ્યું- કાકી કોઈ સુપર હીરોથી ઓછી નથી. અમુક લોકોએ વિડીયોને એડિટેડ જણાવ્યો તો અમુક લોકોએ આ સ્ટંટને જોખમી ગણાવતા ચિંતા વ્યક્ત કરી. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું- આવો સ્ટંટ જીવલેણ પણ હોઇ શકે છે. બીજા એ લખ્યું- રિલ માટે પોતાનો જીવ જોખમમાં નાખવો મૂર્ખતા છે.

Previous Article

સુરતમાં 23 વર્ષીય શિક્ષિકા 11 વર્ષીય વિદ્યાર્થી લઈને ભાગી હતી, હવે અહીંયાથી ઝડપાઇ, જાણો વિગતો

Next Article

છોકરીએ એકસાથે ફસાવ્યા 36 છોકરાઓને, મીઠા મીઠા સપના દેખાડતી અને કરી નાખતી કાંડ! જુઓ

error: Protected Content!