આ રિક્ષાચાલકની કમાણી સાંભળી તમે પણ રહી જશો દંગ, કમાય છે એટલા કે સામાન્ય માણસ વર્ષો સુધી પણ ના કમાઈ શકે- જુઓ વાયરલ વીડિયો

સોશિયલ મીડિયા પર ઘણા એવા વીડિયો વાયરલ થઇ છે, જ્યાં સામાન્ય કામ કરતા લોકો કોર્પોરેટ પગાર કરતાં વધુ કમાય છે. ક્યારેક મોમોઝ વેચનારની રોજની કમાણી ચોંકાવનારી હોય છે તો ક્યારેક ચા વેચનારની સાપ્તાહિક કમાણી જોઈને લોકો નોકરી છોડવાનું વિચારવા લાગે છે. આવો જ વધુ એક વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક જાપાની રિક્ષાચાલકની કમાણીએ બધાને ચોંકાવી દીધા છે.આ વીડિયો ટ્રાવેલ વ્લોગર આકાશ ચૌધરીએ શેર કર્યો છે.

તેમણે કહ્યું કે જાપાનમાં, રિક્ષાચાલકો 10 મિનિટની સવારી માટે લગભગ 2700 રૂપિયા (5000 યેન) ચાર્જ કરે છે. જો એક દિવસમાં 10 રાઈડ પણ પૂરી કરવામાં આવે તો તેમના દિવસની કમાણી 25,000 થી 30,000 રૂપિયા સુધીની હોય છે. આ હિસાબે એક મહિનામાં તેમની કમાણી 8 થી 10 લાખ રૂપિયા સુધી પહોંચી જાય છે. ત્યારે આ વીડિયો વાયરલ થતા ઘણા લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.

કોઈએ લખ્યું, ‘હજુ ગરીબ ?’ આના જવાબમાં કોઈએ લખ્યું, ‘જાપાનમાં સરેરાશ માસિક પગાર 1.7 લાખ રૂપિયા છે, તો 6-7 લાખ રૂપિયા કમાતા વ્યક્તિ ગરીબ કેવી રીતે હોઈ શકે ?’ કોઈએ લખ્યું, ‘કદાચ મારે જાપાન જઈને રિક્ષા ચલાવવી પડશે.’ જ્યારે કેટલાક લોકોએ જાપાની રિક્ષાચાલકની કમાણી અંગે ચર્ચા કરી તો એક યુઝરે લખ્યું, ‘જાપાનમાં 5 લાખ રૂપિયા કમાનારને પણ ગરીબ કહેવામાં આવે છે.’

કેટલાક લોકોએ કમેન્ટમાં કહ્યું કે ત્યાંની રહેવાની કિંમત અને જીવનશૈલી એટલી મોંઘી છે કે આટલી કમાણી કરવા છતાં લોકોને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે.એક યુઝરે મજાકમાં લખ્યું કે, ‘કોઈ પણ ભારતીયે તેની સારી નોકરી છોડીને રિક્ષા ચલાવવા જાપાન ન જવું જોઈએ, તમારી સાથે છેતરપિંડી થશે.’ કેટલાક લોકોએ જાપાનની રિક્ષાની તુલના ભારતના કોલકાતામાં ચાલતી હાથથી ખેંચાતી રિક્ષા સાથે કરી હતી.

એકે કટાક્ષ કરતાં કહ્યું, ‘આવો આધુનિક દેશ, પણ આજે પણ લોકો ખેંચાતી રિક્ષાઓ ચલાવે છે.’ સેલરી એક્સપ્લોરર અનુસાર, જાપાનમાં સરેરાશ વાર્ષિક પગાર 6,170,000 યેન (લગભગ $45,453) છે, જે ભારતીય રૂપિયામાં લગભગ 35.16 લાખ છે.

 

View this post on Instagram

 

A post shared by Akash Chaudhary (@kaash_chaudhary)

Devarsh