આ નાનકડો બાળક સીડી ચઢતા અને ઉતરતા કરી રહ્યો છે એવી હરકત કે જોઇને તમે પણ ચીસ પાડી ઉઠશો

દુનિયામાં એવો કોણ હશે જેને બાળકની તોફાની ટીખળો પસંદ ન હોય. પરંતુ કેટલાક બાળકો ક્યારેક એવા કૃત્યો કરી દે છે ને કે જેને જોઈને લોકોના હોશ ઉડી જાય છે. આ દિવસોમાં આવા જ એક બાળકનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમે ચોક્કસથી તમારા દાંત નીચે આંગળી દબાવવા માટે મજબૂર થઈ જશો. આ જ કારણ છે કે બાળકની આ વિચિત્ર હરકતનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે નાનો છોકરો ખૂબ જ વિચિત્ર રીતે સીડી પરથી ઉતરી રહ્યો છે. ભલે આ નજારો અદભૂત લાગે. પરંતુ બાળક માટે નિન્જા સ્ટાઈલમાં સીડી પર ચઢવું અને નીચે ઉતરવું જોખમી છે. આ વીડિયોને એક ઈન્સ્ટાગ્રામ પર પેજ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. આ પોસ્ટને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લાઈક્સ મળી છે. આ સાથે ઘણા લોકોએ આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર પણ કર્યો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે, બાળક જે ઝડપે સીડીઓ ચડી રહ્યું છે અને નીચે ઉતરી રહ્યું છે તે જોઈને લોકોની આંખો સ્તબ્ધ થઈ ગઈ હતી. પરિણામે આ વીડિયો સોશિયલ મીડિયા પર સર્વત્ર ધૂમ મચાવી ગયો હતો. આ વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું કે નાની ઉંમરમાં આટલો મોટો જાદુ.

 

View this post on Instagram

 

A post shared by memes | news | comedy (@ghantaa)

બીજી તરફ અન્ય એક યુઝરે કહ્યું કે આ બાળકે ઓલિમ્પિકની તૈયારી કરવી જોઈએ. આ સિવાય ઘણા લોકો બાળકના માતા-પિતાને સંભળાવતા નજરે પડ્યા હતા. આ લોકો માનતા હતા કે કોઈ તેમના બાળકને આવો ખતરનાક સ્ટંટ કેવી રીતે કરવા દે.

Shah Jina