મોરબીના આ જવાને દેશ માટે આર્મીમાં 17 વર્ષની સેવા આપીને જયારે નિવૃત થઈને તેમના વતને આવ્યા ત્યારે ગામના લોકોએ ભેગા થઈને આ જવાનનું એવું ભવ્ય સ્વાગત કર્યું કે એવું કોઈ દિવસ નહિ જોયું હોય

અત્યાર સુધી આપણે એવા ઘણા આર્મી જવાનોને જોયા હશે કે જેઓ દેશની સેવા અને રક્ષા કરવામાં પોતાનું બધુ જ સમર્પિત કરી દેતા હોય છે. ઘણા જવાનો દેશની રક્ષા કરતા કરતા શહીદ પણ થઇ જાય છે અને ઘણા દેશની સેવા વર્ષો સુધી કર્યા બાદ નિવૃત્ત થઇ જતા હોય છ. જયારે પણ કોઇ જવાન દેશની રક્ષા અને સેવા વર્ષો સુધી કરે છે અને તે બાદ તે નિવૃત્ત થઇ જયારે પોતાના વતન પરત ફરે છે ત્યારે તેમનું ગામવાસીઓ દ્વારા સ્વાગત કરવામાં આવતુ હોય છે.

ત્યારે એવા ઘણા જવાનો છે, જે 15-17 વર્ષ દેશની સેવા કર્યા બાદ નિવૃત્ત થઇ પોતાના વતન પરત ફરતા હોય છે અને તેમનું ત્યાં ખૂબ જ શાનદાર અંદાજમાં સ્વાગત કરવામાં આવતુ હોય છે. મોરબીના હળવદના રણજીતગઢ ગામે રહેતા દિલીપભાઇ સોનગરા 17 વર્ષ સુધી દેશની સરહદના રખોપા કરી નિવૃત્ત થયા હતા અને તે બાદ તેઓ માદરે વતન રણજીતગઢ આવ્યા ત્યારે ગ્રામજનોએ મોટી સંખ્યામાં એકઠા થઇ તેમનું ભવ્ય રીતે સ્વાગત કર્યુ હતુ અને સન્માન પણ કર્યું હતું.

આ સાથે જ આ જવાનની દેશસેવાને ગ્રામજનો સહિત ત્યાં હાજર રાજકીય અને સામાજિક અગ્રણીઓએ પણ બિરદાવી હતી. આ પ્રસંગે સમગ્ર ગામમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. નિવૃત્ત આર્મી જવાને જણાવ્યુ હતુ કે, દેશની સેવામાં સરહદો સાચવવા જોડાવા ઇચ્છતા મારા ગામના યુવાનોને હું જરૂરી માર્ગદર્શન આપીશ. યુવાનોને દેશ સેવામાં જોડવા આહવાન કરું છું.

તેમણે આગળ કહ્યુ કે, આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ સિહોરા તેમજ દલવાડી સમાજના પ્રમુખ રવજીભાઈ, તપનભાઈ દવે, રવિભાઇ પટેલ અને હિતેશભાઈ લોરીયા, તથા કિરણ સહિતનાઓ ઉપરાંત ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. દીલિપભાઇને ગામના લોકો દ્વારા ફુલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ જવાન જયારે નિવૃત્ત થઇને પોતાના માદરે વતન આવ્યા ત્યારે એવું લાગી રહ્યુ હતુ કે ગામમાં કોઇ મોટો પ્રસંગ હોય.

Shah Jina