ખબર વાયરલ

આ દીકરો છે કળીયુગનો શ્રવણ કુમાર, માતા પિતાને કાવડમાં બેસાડીને યાત્રા કરાવવા નીકળ્યો, આંખો પર બાંધી પટ્ટી, જુઓ વીડિયો

કળિયુગમાં પણ આવા દીકરા મળવા એ કિસ્મતની વાત કહેવાય, માતા-પિતાની આંખો ઉપર પટ્ટી બાંધીને દીકરાએ કરાવી યાત્રા, કારણ ભાવુક કરી દેશે, જુઓ વીડિયો

આજના સમયમાં સંતાનો પોતાના માતા પિતાનું સાંભળતા નથી, ઘણા સંતાનો પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં પણ મોકલી આપતા હોય છે, અને ઘણા સંતાનો પોતાના માતા પિતાથી અલગ પણ રહેતા હોય છે, ઘણા એવા સંતાનો હોય છે જે પોતાના માતા-પિતાની ખુબ જ સારી રીતે સેવાચાકરી પણ કરતા હોય છે, ત્યારે આવા સંતાનોને શ્રવણ કુમાર પણ લોકો કહેતા હોય છે. શ્રવણ કુમારે તેના માતા પિતાને કાવડમાં બેસાડીને યાત્રા કરાવી હતી જેના બાદ હવે તેનું ઉદાહરણ સારા અને સંસ્કારી છોકરાઓને આપવામાં આવે છે.

પરંતુ આજના સમયમાં શ્રવણ કુમારની જેમ કાવડમાં મા-બાપને યાત્રા કરાવવી તો દૂર સરખી રીતે સાચવે તો પણ પૂરતું છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવા જ શ્રવણ કુમારનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે તેના માતા પિતાને કાવડમાં બેસાડીને યાત્રા ઉપર નીકળેલો જોઈ શકાય છે. આ યુવકની હવે ઠેર ઠેર પ્રસંશા પણ થવા લાગી છે.

હરિદ્વારમાં યોજાતો કાવડ મેળો યાત્રા એ ધર્મ, આસ્થા, આદર, ભક્તિ સાથે આધ્યાત્મિક શક્તિના મિલનનો ઉત્સવ છે. શ્રાવણ મહિનામાં બે સપ્તાહની લાંબી યાત્રામાં શિવભક્તો ધાર્મિક માન્યતાઓ અનુસાર કાવડમાં ગંગાજળ ભરીને પોતાના ગંતવ્ય સ્થાને જાય છે. આ ક્રમમાં વિકાસ ગેહલોત પોતાના માતા-પિતાને કાવડ પર બેસાડીને ગાઝિયાબાદથી પગપાળા હરિદ્વાર પહોંચી ગયો છે.

માતા-પિતાથી પોતાનું દર્દ છુપાવવા તેણે બંનેની આંખે પાટા બાંધી દીધા છે. ધોમધખતા તડકાની ચિંતા કર્યા વિના અને સેંકડો કિલોમીટરની મુસાફરી કરીને માતા-પિતાને કાવડ પર બેસાડીને ભગવાન શિવનો જલાભિષેક કરવા નીકળેલા વિકાસની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યા છે. વિકાસ ગેહલોત તેના માતા-પિતા સાથે કાવડની યાત્રા કરવા માટે રવાના થયા છે. આ રીતે વિકાસ પગપાળા સેંકડો કિલોમીટરનો પ્રવાસ કરી રહ્યો છે.

વિકાસે માતા-પિતાની આંખો પર પટ્ટી બાંધી છે જેના કારણે માતા-પિતા પ્રવાસમાં તેની પીડા જોઈને વિચલિત ન થઈ જાય. વિકાસ ગેહલોત કહે છે કે તેના માતા-પિતાની કાવડમાં ફરવાની ઈચ્છા હતી, પરંતુ તેમની ઉંમર તેમને આમ કરતા રોકી રહી હતી. તેથી જ વિકાસને તેના માતા-પિતાને કાવડ યાત્રા માટે લઈ જવાની ઈચ્છા ઘણા સમયથી હતી.

કોરોના સમયગાળાના બે વર્ષ બાદ આ વખતે તે પોતાની અને તેના માતા-પિતાની ઈચ્છા પૂરી કરવા બહાર ગયો હતો. આ ઉપરાંત તડકા અને વરસાદમાં સેંકડો કિલોમીટર ચાલવા માટે વિકાસ ગેહલોતની હિંમત અને માતા-પિતાની ભક્તિના દરેક લોકો વખાણ કરી રહ્યા છે. ગંગામાં સ્નાન કર્યા પછી કાવડ જળ લીધું અને માતા-પિતાને કાવડમાં બેસાડીને ચાલવા લાગ્યો. તેમના ખભા પરની પાલખી વાંસને બદલે લોખંડની મજબૂત ચાદરથી બનેલી છે. એક બાજુ માતા બેઠા છે અને બીજી બાજુ પિતા બેઠા છે. પિતા પાસે 20 લિટર ગંગાજળનું કેન પણ છે.