‘અમારી સાથે રમતો હતો, એની ઉંમર 16 વર્ષ છે…’, વૈભવ સૂર્યવંશીની ઉંમરને લઇને આ વ્યક્તિએ કર્યો દાવો
‘ભાઇ આજકાલ ઉંમર નાની કરી ક્રિકેટ પણ રમવા લાગ્યા’, વૈભવ સૂર્યવંશી પર બોક્સર વિજેંદર સિંહે ઉઠાવ્યા સવાલ ?
રાજસ્થાન રોયલ્સના 14 વર્ષીય ઓપનર વૈભવ સૂર્યવંશીએ ગુજરાત ટાઇટન્સ સામે 35 બોલમાં સદી ફટકારીને સમગ્ર ક્રિકેટ જગતને ચોંકાવી દીધું અને ઇતિહાસ રચ્યો. વૈભવની આ ઇનિંગ પછી, જ્યાં મોટા ક્રિકેટ દિગ્ગજોએ તેની પ્રશંસા કરી, ત્યાં કેટલાકને તેની ઉંમર અંગે શંકા છે. ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય બોક્સર વિજેન્દ્ર સિંહે આ યુવા ખેલાડી પર આડકતરી રીતે ટિપ્પણી કરી છે. પોતાના x એકાઉન્ટ પર એક પોસ્ટમાં વિજેન્દ્ર સિંહે કટાક્ષમાં પૂછ્યું કે ભાઇ આજકાલ ઉંમર નાની કરી ક્રિકેટ પણ રમવા લાગ્યા ?
વિજેન્દ્રની આ પોસ્ટ વૈભવ દ્વારા રમાયેલી ઐતિહાસિક ઇનિંગ્સના બે દિવસ પછી જ આવી છે અને તેથી એવું માની શકાય કે તે રાજસ્થાન રોયલ્સના આ યુવા સ્ટાર બેટ્સમેન વિશે વાત કરી રહ્યો છે. એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વૈભવની વાસ્તવિક ઉંમર 14 વર્ષ નહીં, પણ 16 વર્ષ છે.
વાયરલ વીડિયોમાં બે લોકો જોવા મળી રહ્યા છે. પહેલા તેઓ વીડિયોમાં કહે છે કે તેઓ બિહારના સમસ્તીપુરના રહેવાસી છે અને પછી તેઓ વીડિયોમાં આસપાસના સ્થળો બતાવે છે. પછી તે કહે છે કે વૈભવ સૂર્યવંશી તેની સાથે રમતો હતો, તે તેને બોલિંગ કરીને પ્રેક્ટિસ કરાવતો હતો. તે વ્યક્તિએ કહ્યું, “સૌથી વધુ મહેનત તેની નહીં, પણ તેના પિતાની છે. તેને દરરોજ પટના લઈ જવાનું, અમને આમંત્રણ આપવાનું, પાર્ટીઓનું આયોજન કરવાનું, અમે તેની સામે બોલિંગ કરીને તેને પ્રેક્ટિસ કરાવતા.”
તે વ્યક્તિ આગળ કહે છે કે તે (વૈભવ) ટુક-ટુક રમવા જેવો વ્યક્તિ નથી, તે જ્યાં પણ રમ્યો છે, તેણે પહેલા જ બોલ પર સિક્સર ફટકારી છે. આ પછી તે કહે છે કે તેને ગર્વ છે કે બિહારનો એક છોકરો નામ કમાઈ રહ્યો છે પરંતુ દુઃખની વાત એ છે કે તેની ઉંમર 14 વર્ષ કહેવામાં આવી રહી છે, જો તેની વાસ્તવિક ઉંમર કહેવામાં આવી હોત તો વધુ મજા આવી હોત, તેની વાસ્તવિક ઉંમર 16 વર્ષ છે. સૂર્યવંશીનો એક ઇન્ટરવ્યુ પણ વાયરલ થયો છે, જે 2023નો છે અને તેમાં તે કહેતા જોવા મળે છે કે તે સપ્ટેમ્બરમાં 14 વર્ષનો થશે.
સોશિયલ મીડિયા પર ઘણા લોકો તેની ઉંમર પર સવાલ ઉઠાવી રહ્યા છે. IPL હરાજીમાં વૈભવ સૂર્યવંશીને રાજસ્થાન રોયલ્સે 1.1 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે લખનઉ સુપર જાયન્ટ્સ સામે IPLમાં ડેબ્યૂ કર્યું અને પહેલા જ બોલ પર સિક્સર ફટકારી. ગુજરાત ટાઇટન્સ સામેની તેની ત્રીજી મેચમાં, તેણે 35 બોલમાં સદી ફટકારી, જે IPLના ઇતિહાસમાં કોઈપણ ભારતીય દ્વારા ફટકારવામાં આવેલી સૌથી ઝડપી સદી છે. તે IPLમાં રમનાર સૌથી યુવા ખેલાડી છે.
Bhai aaj kal umar choti ker ke cricket me bhe khelne lage 🤔
— Vijender Singh (@boxervijender) April 30, 2025
જણાવી દઈએ કે જો કોઈ ભારતીય ક્રિકેટર ઉંમરની છેતરપિંડીમાં પકડાય છે તો બીસીસીઆઇ તેની સામે કડક કાર્યવાહી કરે છે અને તે ખેલાડી પર પ્રતિબંધ પણ લાગી શકે છે.