બૉલીવુડની ખ્યાતનામ અભિનેત્રી વિદ્યા બાલનને ગમી ગયો આ ગુજરાતીનો ગુજરાતી ડાયલોગ, બનાવી રીલ, જુઓ વીડિયો

“તંબુરો ડીલીટ કર્યો તંબુરો”નાગુજરાતી ડાયલોગ પર બનાવી વિદ્યા બાલને રીલ, વીડિયો જોઈને પેટ પકડીને હસવા લાગશો…જુઓ

બોલીવુડના સેલેબ્રિટીઓ કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતા હોય છે. તેમનો ફિલ્મોમાં અભિનય દરેકને જોવો ગમે છે અને સોશિયલ મીડિયામાં પણ તેમનું ખુબ જ મોટું ફેન ફોલોઇંગ હોય છે. ચાહકો તેમની દરેક મુવમેન્ટ પર નજર રાખે છે અને આજકાલ તો સેલેબ્સ પણ વાયરલ વીડિયો પર રીલ બનાવતા રહે છે.  ત્યારે બૉલીવુડ અભિનેત્રી વિદ્યા બાલન પણ તેના સોશિયલ મીડિયામાં આવા ઘણા વીડિયો રીક્રીએટ કરે છે.

વિદ્યા બાલનનું નામ બોલીવુડમાં ખુબ જ મોટું છે અને સોશિયલ મીડિયામાં હાલ તે ખુબ જ એક્ટિવ પણ રહે છે અને ઘણા બધા કોમેડી વીડિયો પણ તે બનાવે છે. થોડા સમય પહેલા જ તેને એક ગુજરાતી ડાયલોગ પર વીડિયો બનાવ્યો હતો, જે ખુબ જ વાયરલ થયો હતો અને આ ઓરીજીનલ ડાયલોગ એક ગુજરાતી કન્ટેન્ટ ક્રિએટર દ્વારા ક્રિએટ કરવામાં આવ્યો હતો.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે વિદ્યા બાલન ગુજરાતીમાં કહી રહી છે કે “જો મેસેજ કરીએને તો રીપ્લાય ના આપે, અને ડીલીટ કરીએને તો આપણે પૂછે.. “શું ડીલીટ કર્યું ? તંબુરો ડીલીટ કર્યો.. ભાઈ તંબુરો.. તંબુરો ડીલીટ કર્યો હો..” ત્યારે આ વીડિયોને લોકો હવે ખુબ જ પસંદ કરી રહ્યા છે અને ખાસ કરીને વિદ્યાના ગુજરાતી ચાહકો તેના પર કોમેન્ટ કરતા જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Vidya Balan (@balanvidya)


ગુજરાતી કન્ટેન્ટ ક્રિએટર મંગેશ દ્વારા આ વીડિયોને પહેલા બનાવવામાં આવ્યો હતો, વિદ્યા બાલને પણ તેને ક્રેડિટ આપી છે. તો વિદ્યાના આ વીડિયો પર ઘણા બધા ગુજરાતી કલાકરો પણ કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે. ઘણા બધા ગુજરાતી ગાયકો અને અભિનેતા પ્રતીક ગાંધીએ પણ આ વીડિયો પર કોમેન્ટ કરી છે.

Niraj Patel