બોલીવુડના રોમેન્ટિક કપલમાના એક વિક્કી કૌશલ અને કૈટરીના કૈફ ગત વર્ષે ડિસેમ્બરમાં લગ્નગ્રંથિથી જોડાયા હતા. ચાહકો પણ સોશિયલ મીડિયા પર આ નવવિવાહિત જોડીની ઝલક મેળવવા માટે આતુરતાથી રાહ જોતા હોય છે. એવામાં વુમન્સ ડે ના ખાસ દિવસ પર વિક્કીએ સોશિયલ મીડિયા પર કૈટરીનાની સુંદર તસ્વીર શેર કરી હતી.
સામે આવેલી તસવીરમાં કૈટરીના કૈફ પોતાની સાસુના ખોળામાં બેઠેલી છે અને બંનેએ એકબીજાને હગ કર્યું છે. તસવીરમાં કૈટરિનાએ રેડ ડ્રેસ પહેર્યો છે અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. વિક્કીની માતાએ બ્લુ રંગની સાડી પહેરી રાખી છે અને કૈટરીનાના હાથમાં એક ગિફ્ટ પણ દેખાઈ રહ્યું છે. તસવીરમાં બંને ખુબ જ ખુશ દેખાઈ રહી છે. કૈટરિનાના ચેહરા પરનું સ્મિત તેને વધુ સુંદર બનાવી રહ્યું છે.
તસવીર શેર કરીને વિક્કીએ કૈપ્શનમાં લખ્યું કે,”મારી તાકાત મારી દુનિયા”. ચાહકો તસવીર ખુબ જ પસંદ કરી રહ્યા છે અને ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે. તસવીરમાં સાસુ-વહુની બોન્ડિંગ સ્પષ્ટ દેખાઈ રહી છે. એક યુઝરે કહ્યું કે,”આ જ તો જોઈતું હતું’, અન્ય એક યુઝરે લખ્યું કે,’હાઉ ક્યૂટ’. કૈટરિનાએ પણ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં પોતાની છ બહેનોને વુમન્સ ડે ની શુભકામના આપી હતી અને કૈપ્શનમા લખ્યું હતું કે,”એક પરિવારમાં ઘણી મહિલાઓ”.
કૈટરીના કૈફ હાલના સમયે ફિલ્મ ટાઇગર-3ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં તે સલમાન ખાન સાથે જોવા મળશે. ફિલ્મ વર્ષ 2023માં રિલીઝ થઇ શકે તેમ છે. જ્યારે વિક્કી કૌશલ અનટાઇટલ્ડ ફિલ્મમાં વ્યસ્ત છે, ફિલ્મમાં સારા અલી ખાન પણ મુખ્ય કિરદારમાં જોવા મળશે.