કેટ-વિકીએ પ્રભુતામાં પગલા પડ્યા..હવે તો હંમેશા હંમેશા માટે વિક્કીની થઈ કેટરીના, શાહી ઠાઠમાઠ જુઓ તસ્વીરોમાં

લગ્નમાં ફિલ્મની પ્રખ્યાત હસ્તિઓ, ક્રિકેટ ખેલાડી અને ઉદ્યોગપતિઓનો જમાવડો થવાનો છે. અહીં ઘણાં લોકો પહેલાં પહોંચી ગયા છે. આજે પણ એરપોર્ટ પર સેલિબ્રિટીની રાહ જોવાઈ રહી છે. વિક્કી કૌશલ અને કેટરીના કૈફે પ્રભુતામાં પગલા માંડ્યા છે. અહેવાલ મુજબ, શાહી અંદાજમાં આ લગ્ન થયા છે. કેટરીના કૈફ હવે મિસિસ કૌશલ બની ગઇ છે.

બૉલીવુડ ઉરી ફિલ્મના સુપર ફેમસ એક્ટર વિક્કી કૌશલ વરરાજા બની ગયો છે અને સફેદ ઘોડી પર સવાર થઈને દુલ્હન લેવા નિકળ્યાં. વિક્કી કૌશલ પંજાબી ઢોલની સાથે સામેલ થયા પરિવારજનો અને નજીકના મિત્રો. વિક્કી કૌશલ પોતાના માથા પર પાઘડી પહેરી જાન લઇને લગ્ન સ્થળે પહોંચી ગયા છે.

હવે બસ ટૂંક સમયમાં બંને ફેરા ફરવાના છે. પહેલાં પણ લગ્ન સમય 2 થી 4 વાગ્યાની વચ્ચે જણાવવામાં આવ્યો હતો. હવે શુભ મૂહૂર્ત પર લગ્ન શરૂ થઇ ગયા છે. બોલીવૂડ ટોપ કહેવાતી અભિનેત્રી કેટરીના કૈફ અને સુપર હિટ ફિલ્મ ઉરીના અભિનેતા વિક્કી કૌશલના આજે રાજસ્થાનના સવાઈ માધોપુર સ્થિત સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં શાહી ઠસ્સા સાથે લગ્ન સંપન્ન થયા છે.

7થી 9 તારીખ આમ જોઈએ તો ત્રણ ત્રણ દિવસ સુધી આ મહેલને બુક કરવામાં આવ્યો હતો. સાંજના સમયે એક્ટર વિક્કી કૌશલ અને એક્ટ્રેસ કેટરીના કૈફે અગ્નિની સાક્ષીએ ફેરા ફર્યા હતા અને હિન્દુ વિધિથી લગ્નગ્રંથીએ જોડાયા હતા. આ લગ્નસમારંભમાં બન્ને પરિવારો સહિત જૂજ મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

કેટવીકના લગ્ન મીડિયામાં ખૂબ ચર્ચામાં રહ્યા હતા જેને પગલે સવાઈ માધોપોરના સિક્સ સેન્સ ફોર્ટ બહાર મોટા ટેકરા પર સ્થાનિક લોકો પણ આ લગ્નની એક ઝલક જોવા માટે એકત્ર થયા હતા. મહેલને અંદરની બાજુ ચોતરફથી ઊંચા પડદાથી ઢાંકી દેવાયો હતો જેથી આ લગ્નની પ્રાઈવસી જળવાઈ રહે અને કોઈ તસવીર લીક ના થઈ શકે.

આ વૈભવી વેડિંગ ફંક્શનમાં આવેલા ગેસ્ટ પણ મેચિંગ સાફા પહેર્યા હતા અને પૂલસાઈડમાં લગ્નનો મંડપ તૈયાર કરાયો હતો જ્યાં વિક્કી અને કેટરીનાએ સપ્તપદીના સાત ફેરા ફર્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ દુલ્હન બનેલી કેટરીનાએ ગુલાબી-બદામી રંગનો લહેંગો પહેર્યો હતો જ્યારે વરરાજા વીક્કી કૌશલ પંજાબી શેરવાનીમાં સજ્જ થયો હતો. હિન્દુ વિધિથી બંને કપલે લગ્ન કર્યા હતા.

તમને જણાવી દઈએ કે આ વિકના મંગળવારથી જ આ વૈભવી મેરેજ માટે આમંત્રિત ગેસ્ટનું આગમન શરૂ થઈ ગયું હતું. બન્ને પક્ષના પરિવારજનો પણ લગ્નસ્થળે પહોંચી ગયા છે અને આ ફંક્શનમાં ખૂબ જ ટાઈટ સિક્યોરિટી રાખવામાં આવી હતી અને બહારના કોઈપણ શખ્સને મંજૂરી વગર પ્રવેશ નથી આપવામાં આવી રહ્યો. આ ફંક્શનની કોઈપણ મોમેન્ટ લીક ના થાય તે માટે પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે આ વૈભવી જશ્ન લગ્નમાં સ્પેશિયલ ફોરેનથી વેજીટેબલ અને ફ્રુટઝ મંગાવવામાં આવ્યા છે. ફિલિપાઈન્સ, થાઈલેન્ડ, તાઈવાનથી વિવિધ શાકભાજી તેમજ ફળો આવી ગયા છે. લગ્નમાં ભોજન માટે એક અલગ સ્થળ રખાયું છે જેની ખૂબ જ ભારે સજાવટ કરવામાં આવી છે. આ ફંક્શન ડેસ્ટિનેશન સ્પોટને ફૂલોથી સુશોભિત કરાયું છે.

આ માટે પંજાબ અને દિલ્હીથી પાંચ ટ્રક ભરીને ફૂલો આવી પહોંચ્યા છે. આ ફૂલો વડે લગ્ન મંડપ તેમજ આસપાસની જગ્યાને શણગારવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ ચમેલી, ગુલાબ, ગલગોટા, બ્લેક રોઝ, વ્હાઈટ રોઝ ફૂલોથી સમગ્ર વેન્યુનું સુશોભન કરાયું છે.

 

View this post on Instagram

 

A post shared by vicktrina💕💕 (@vickat2020)

આ અંગે લગ્નમાં હાજર એક સૂત્રએ જણાવ્યું હતું કે, બપોરે વિક્કી કૌશલને શેહરો બાંધવામાં આવ્યો હતો. ત્યારબાદ વરઘોડા સાથે જાન નિકળી હતી અને તે માંડવે આવી પહોંચ્યો હતો.વરરાજાને શહેરો બાંધવાની વિધિ વરરાજાની બહેન અથવા ભાભીના હાથે થાય છે.

YC