ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં મુકેશ અંબાણીનું સંબોધન, કહ્યુ- મને ગુજરાતી હોવાનું અભિમાન છે…PM મોદીની પણ કરી પ્રશંશા

‘ગુજરાત મારી માતૃભૂમિ અને કર્મભૂમિ છે…’, મુકેશ અંબાણીએ કર્યુ મોટુ એલાન

‘નરેન્દ્ર મોદી ભારતીય ઇતિહાસના સૌથી સફળ PM’, મુકેશ અંબાણીએ વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમમાં કરી PMની તારીફ

મુકેશ અંબાણી બોલ્યા- ‘રિલાયન્સ હંમેશા એક ગુજરાતી કંપની રહેશે’, PM મોદીને ગણાવ્યા ભારતીય ઇતિહાસના સૌથી સફળ PM

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ 10 જાન્યુઆરી બુધવારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ને સંબોધિત કર્યું હતું. તેમણે સંબોધનમાં જણાવ્યું કે રાજ્યમાં રિલાયન્સનું રોકાણ આગામી 10 વર્ષ સુધી ચાલુ રહેશે અને 2030 સુધીમાં ગુજરાતના કુલ ગ્રીન એનર્જી વપરાશમાંથી અડધોઅડધ ઉત્પાદન તેમની કંપની કરશે. રિલાયન્સના ચેરમેને જણાવ્યું હતું કે ગુજરાત ગ્રીન ડેવલપમેન્ટમાં વૈશ્વિક લીડર તરીકે ઉભરી આવે તે માટે રિલાયન્સે જામનગરમાં 5,000 એકરમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સનું બાંધકામ શરૂ કર્યું છે.

અંબાણીના મતે આનાથી મોટી સંખ્યામાં ગ્રીન જોબ્સનું સર્જન થશે. આ સાથે ગ્રીન પ્રોડક્ટ્સ અને અન્ય સામગ્રીનું ઉત્પાદન શક્ય બનશે, જેનાથી ગુજરાત ગ્રીન પ્રોડક્ટ્સમાં અગ્રણી નિકાસકાર બનશે. ગુજરાતને પોતાની માતૃભૂમિ અને કર્મભૂમિ ગણાવતા મુકેશ અંબાણીએ જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં રિલાયન્સે લગભગ રૂ.12 લાખનું રોકાણ કર્યું છે. દેશમાં કરોડોનું રોકાણ કરવામાં આવ્યું છે અને તેમાંથી ત્રીજા ભાગનું રોકાણ એકલા ગુજરાતમાં થયું છે. તેમણે વચન આપ્યું હતું કે રિલાયન્સ 7 કરોડ ગુજરાતીઓના સપનાને સાકાર કરવામાં કોઈ કસર છોડશે નહીં.

મુકેશ અંબાણીના પાંચ કમિટમેન્ટ્સ

પ્રથમ- રિલાયન્સ ગુજરાતમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે. ગુજરાતને 2030 સુધીમાં તેની અડધી ગ્રીન એનર્જીની જરૂરિયાતો હાંસલ કરવામાં મદદ કરશે.

બીજું- રિલાયન્સ જિયોએ વિશ્વમાં સૌથી ઝડપી 5G રોલઆઉટ પૂર્ણ કર્યું છે. 5G સક્ષમ AI ક્રાંતિ ગુજરાતમાં નોકરીઓનું સર્જન કરશે.

ત્રીજું- રિલાયન્સ રિટેલ ગુજરાતમાં ગુણવત્તાયુક્ત ઉત્પાદનો લાવશે અને ખેડૂતોને ટેકો આપશે.

ચોથું- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગુજરાતમાં ગોળાકાર અર્થતંત્ર માટે ભારતનો પ્રથમ કાર્બન ફાઈબર પ્લાન્ટ સ્થાપી રહી છે.

પાંચમું- રિલાયન્સ અને રિલાયન્સ ફાઉન્ડેશન ઓલિમ્પિક માટે શિક્ષણ અને રમતગમતના માળખામાં સુધારો કરશે.

મુકેશ અંબાણીએ વધુમાં કહ્યું કે મને ગુજરાતી હોવાનો ગર્વ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા તેમણે કહ્યું- પીએમ નરેન્દ્ર મોદી ભારતના સૌથી સફળ વડાપ્રધાન છે, ‘મોદી હૈ તો મુમકીન હૈ’. રિલાયન્સના ચેરમેને વધુમાં કહ્યું કે જ્યારે પીએમ મોદી બોલે છે ત્યારે દુનિયા માત્ર તેમને સાંભળતી નથી પરંતુ તેમની પ્રશંસા પણ કરે છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી અશક્યને શક્ય બનાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વાઈબ્રન્ટ ગુજરાત સમિટના ઉદ્ઘાટન સમારોહમાં બોલતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અંબાણીએ સમિટની સફળતા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શ્રેય આપ્યો હતો. મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી ગુજરાત વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવે છે.

આ સમિટની શરૂઆત 2003માં થઈ હતી. પ્રથમ સમિટમાં 700 ડેલિગેટ્સ તેનો ભાગ હતા, પરંતુ હવે તેમાં ભાગ લેનારા ડેલિગેટ્સની સંખ્યા વધીને 1 લાખથી વધુ થઈ ગઈ છે. મુકેશ અંબાણીએ કહ્યું, પીએમ મોદીએ માત્ર બે દાયકામાં ગુજરાતથી વૈશ્વિક મંચ સુધીની સફર કરી છે. ભારતના યુવાનો માટે દેશના અર્થતંત્રમાં પ્રવેશવાનો આજનો શ્રેષ્ઠ સમય છે. તેમણે કહ્યું કે આવનારી પેઢીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને હોવા બદલ પીએમનો આભાર માનશે. પીએમ મોદીએ વિકસિત ભારતનો પાયો નાખ્યો છે. 2047 સુધીમાં ભારતને 35 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનતા વિશ્વની કોઈ શક્તિ રોકી શકશે નહીં.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina