700 વર્ષ બાદ બની રહ્યો છે યોગ, 2024માં નવા વર્ષે આ 4 રાશિઓ થશે ધનવાન

700 વર્ષ પછી શુક્ર અને ગુરુ બે ગ્રહ હશે આમને-સામને, નવું વર્ષ આ 4 રાશિઓ માટે વરદાન સમાન

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે બધા ગ્રહ એક નિશ્ચિત અવધિમાં એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. દરેક ગ્રહની સ્થિતિમાં થવાવાળા બદલાવ દેશ-દુનિયા સાથે સાથે 12 રાશિઓને પ્રભાવિત કરે છે. 29-30 નવેમ્બર 2023ની રાત્રે શુક્ર તુલા રાશિમાં ગોચર કરવા જઇ રહ્યો છે. આનાથી શુત્ક અને દેવગુરુ બૃહસ્પતિ આમને-સામને આવશે. ગુરુ-શુક્રની આ સ્થિતિ પાંચ રાજયોગ બનાવશે. જ્યોતિષ ગણના અનુસાર, લગભગ 700 વર્ષ પછી ગુરુ-શુક્રના આમને સામને આવવાથી શશ, કેંદ્ર ત્રિકોણ, માલવ્ય, નવપંચમ, રૂચક રાજયોગ બનશે. આ રાજયોગનો પ્રભાવ કેટલીક રાશિઓ પર અત્યંત શુભ પડશે. જાણો નવા વર્ષ 2024માં કઇ રાશિઓને આ રાજયોગ ધન-દોલત સાથે અપાવી શકે છે કરિયરમાં સફળતા.

મેષ : મેષ રાશિના જાતકોને વિદેશ જવાનો મોકો મળી શકે છે. નોકરીપેશા જાતકો માટે પણ આ રાજયોગ શુભ રહેવાનો છે. ગુરુ-શુક્રની સ્થિતિથી તમને પ્રમોશન પણ મળી શકે છે. પરણિત લોકોનું જીવન ખુશહાલ રહેશે. જીવનસાથી સાથે સંબંધમાં મધુરતા આવશે. કેટલાક જાતકોને અપ્રત્યાશિત ધન લાભ થઇ શકે છે.

કન્યા : કન્યા રાશિવાળા માટે આ 5 રાજયોગોને કારણે જીવનના અનેક ક્ષેત્રમાં સારા પરિણામ મળી શકે છે. નોકરીની શોધ કરવાવાળાને નોકરીના સારા અવસર મળી શકે છે. કેટલાક જાતકોને પદ-પ્રતિષ્ઠાનો લાભ મળશે. તમને ભાગ્યનો પૂરો સહયોગ મળશે, જેનાથી સફળતા મળશે. ધનનું આગમન થશે. તમે ભવિષ્ય માટે બચત પણ કરી શકશો.

ધનુ : આ પાંચ રાજયોગ ધનુ રાશિવાળાને લાભ પહોંચાડશે. કેટલાક જાતકોને આ અવધિમાં વિદેશમાં નોકરીનો સારો અવસર પણ મળી શકે છે. વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસના અવસર મળી શકે છે. ગુરુ અને શુક્રની કૃપાથી તમારી કોઇ મનોકામના પૂર્ણ થઇ શકે છે. આ યોગના પ્રભાવથી તમને શુભ ફળોની પ્રાપ્તિ થશે.

મકર : મકર રાશિના જાતકો માટે આ પાંચ રાજયોગ આર્થિક અને પ્રોફેશનલ રીતે લાભકારી સિદ્ધ થઇ શકે છે. જો તમે નોકરી કરી રહ્યા છો તો ઓફિસમાં તમને પદોન્નતિ મળી શકે છે. મોડલિંગ, અભિનય, સંગીત, મીડિયા વગરે ક્ષેત્રના લોકોને આ દરમિયાન સારી તરક્કી જોવા મળી શકે છે. જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છઓ તો આ દરમિયાન તમને સારી ખબર મળી શકે છે.

(નોંધ : ઉપરોક્ત માહિતી સામાન્ય જાણકારી અને માન્યતા પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતુ નથી.)

Shah Jina