રાહુ-કેતુ થશે મહેરબાન, આ રાશિના લોકો માટે ખુલશે પ્રેમના દરવાજા

આજે સમગ્ર દુનિયામાં વેલેન્ટાઈ ડે મનાવવામાં આવી રહ્યો છે.  14 ફેબ્રુઆરી 2022ના દિવસે 3 રાશીઓમાં 2-2 ગ્રહ હાજર છે. આ ઉપરાંત રાહુ-કેતુની સ્થિતિ પણ રોચક બનેલી છે. આ સાથે જ પુનર્વસુ નક્ષત્ર રહેશે અને આયુષ્યમાન યોગ પણ બની રહ્યો છે. જેથી પ્રેમના પ્રતિક સમા આ દિવસે ગ્રહોની સ્થિતિ કઈંક એવી છે જે 5 રાશિના લોકોને ખુશીઓ લઈને આવશે.

1.વૃશ્ચિક : વૃશ્ચિક રાશિમાં કેતુની હાજરી તમને લાભ કરાવશે. તમારા નજીકના લોકોથી તમને લાભ થશે, નોકરીયાત લોકોને પ્રમોશન મળશે. આ રાશિના લોકોને લગ્નનો યોગ બનશે. આ ઉપરાંત પાર્ટનર તરફથી સારા સમાચાર મળશે.

2.વૃષભ : 14 ફેબ્રુઆરીના રોજ રાહુ વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યો છે અને વૃષભનો સ્વામી શુક્ર છે. આ અંગે જ્યોતિશાચાર્યો કહી રહ્યા છે તે શુક્ર અને રાહુ મિત્ર છે, જેથી આ સ્થિતિ શુભ ફળ આપશે. જેના કારણે વૃષભ રાશિના લોકો માટે આ પરિવર્તન શુભ સાબિત થશે. તેમના વેપાર ધંધામાં ખુબ લાભ થશે અને તમારા જીવનસાથી સાથે પણ નિકટતા વધશે.

3.ધન : આજે ધન રાશિમાં શુક્ર અને મંગળ ગ્રહની યુતિ બની રહી છે. આપણા જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને પ્રેમ,રોમાંસ,હાઈફાઈ લાઈફ સ્ટાઈલનો કારક માનવામાં આવે છે. જ્યારે મંગળને ઉર્જાનો કારક માનવામાં આવે છે. ગ્રહોની આ સ્થિતિ આ રાશિના જાતકોને બમણો લાભ અપાવશે. લવ લાઈફ પણ સુંદર રહેશે. તમારા સાથી તરફથી સરપ્રાઈઝ ગીફ્ટ મળશે. આર્થિક તંગી પણ દૂર થશે.

4.કુંભ : કુંભ રાશિમાં ગુરુ બૃહસ્પતિ અને સૂર્ય ગ્રહ હાજર છે. ગુરુને ખુબ જ શુભ ગ્રહ માનવામાં આવે છે. તેનાથી ભાગ્ય બદલાઈ જાય છે. આ રાશિના જાતકોને સમાજમાં મોટુ સન્માન મળશે. વેપાર ધંધામાં વૃદ્ધિ થશે, લવ લાઈફમાં આવતી અડચણો દૂર થશે.

5.મકર : 14 ફેબ્રુઆરીના દિવસે મકર રાશિમાં શનિ અને બુધ ગ્રહની યુતિ બની રહી છે. આ પરિવર્તન ઘરથી માંડીને ઓફીસ સુધીના કામોમાં તમને સફળતા અપાવશે. તમારા પાર્ટનર તરફથી સહયોગ મળશે અને ઓફિસમાં તમારા કામની કદર થશે. પ્રમોશનના પણ યોગ બની રહ્યા છે. લવ મેરેજ પણ થઈ શકે છે.

YC