Wow: આટલી સુંદર પત્ની હતી વૈભવની…7 તસવીરો જોતા જ દિલ ખુશ થઇ જશે
મિસ યુનિવર્સ રહી ચુકેલી બોલિવુડની અભિનેત્રી દિયા મિર્ઝાએ બિઝનેસમૈન વૈભવ રેખી સાથે હિન્દૂ રિવાજ પ્રમાણે લગ્ન કર્યા છે. બંન્નેના આ બીજા લગ્ન છે. દિયાએ પહેલા લગ્ન બિઝનેસમૈન સાહિલ સંઘા સાથે કર્યા હતા જ્યારે વૈભવે પહેલા લગ્ન સુનૈના રેખી સાથે કર્યા હતા.

દિયા-વૈભવના લગ્ન થતા જ વૈભવની પૂર્વ પત્ની સુનૈના પણ લાઇમલાઇટમાં આવી ગઈ છે અને ચર્ચાનો વિષય બની ગઈ છે. આવો તો જાણીએ કે કોણ છે આખરે આ સુનૈના રેખી!

સુનૈના રેખી યોગા ઇન્સ્ટ્રકટર અને વેલનેસ થેરેપીસ્ટ છે. તે સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને અવાર-નવાર યોગા કરતી તસ્વીરો કે વીડિયો શેર કરતી રહે છે. સુનૈનાનું એકાઉન્ટ પણ તેની બોલ્ડ અને ગ્લેમરસ તસ્વીરોથી ભર્યું પડ્યું છે. જણાવી દઈએ કે સુનૈના અને વૈભવની એક દીકરી સમાયરા પણ છે.

સુનૈના પોતાની ફિટનેસનું પૂરું ધ્યાન રાખે છે. સુનૈનાની ફિટનેસ અને સુંદરતા કોઈ અભિનેત્રીથી કમ નથી. ખાસ વાત એ છે કે સુનૈનાએ વૈભવ અને દિયાના લગ્ન પર શુભકામનાઓ પણ આપી હતી અને લાંબી પોસ્ટ લખી હતી.

સુનૈનાએ પોસ્ટમાં લખ્યું હતું કે”હું અને મારી દીકરી એકદમ ઠીક છીએ અને મારી દીકરી આ લગ્નથી ખુબ ઉત્સાહિત છે અને તે લગ્નમાં શામિલ પણ થઇ હતી. મારી દીકરી સમાયરાએ મારા એને વૈભવ વચ્ચે તે પ્રેમ ક્યારેય નથી જોયો જે એક પતિ-પત્ની વચ્ચે હોવો જોઈએ. હું ખુશ છું કે સમાયરા હવે તે પ્રેમ જોઈ શકશે. તે જોઈ શકશે કે એક લગ્નમાં પ્રેમનું કેટલું મહત્વ હોય છે”.

વૈભવ અને દિયાની નજીકતા લોકડાઉનમાં વધી હતી. અને લોકડાઉનના સમયે દિયા વૈભવ સાથે તેના પાલી હિલ સ્થિત ઘરે રહેતી હતી.