વડોદરામાં ઘરના બારણા પાસે રમતાં બાળક પર ટાયર ફરી વળતાં મૃત્યુ , મીનિટોમાં હસી બદલાઈ મરણચીસોમાં

વડોદરામાં આશિષ સોસાયટીમાં રાંધણ ગેસની બોટલ વાળી ગાડી આવી અને 2 વર્ષના બાળકને….તડપી તડપીને મળ્યું હીચકારું મોત, ધ્રુજાવી દેતો બનાવ

ગુજરાતમાં અવાર નવાર અકસ્માતે મોતના અનેક કિસ્સાઓ સામે આવે છે, જેમાં નાના બાળકોથી લઇને મોટા સુધી જીવ ગુમાવતા હોય છે. ઘણીવાર કોઇ વાહનચાલકની બેદરકારી કે પછી કોઇ અન્ય કારણોસર કોઇનો જીવ પણ જતો રહેતો હોય છે. ત્યારે હાલ એક કિસ્સો વડોદરામાંથી સામે આવ્યો છે, જેમાં પિકઅપ ગાડીએ બે વર્ષના બાળકને કચડી નાંખતા તેનું મોત નીપજ્યું છે.

ઘટનાની વિગત જોઇએ તો, વડોદરાના પોર ગામે આશિષ સોસાયટીમાં HP રાંધણ ગેસના બોટલ ભરેલી પિકઅપ ગાડી સોસાયટીમાં ડિલીવરી માટે આવી હતી અને ચાલક રિવર્સ લઇ રહ્યો હતો ત્યારે બે વર્ષના બાળક પર પાછળનું ટાયર ફરી વળ્યુ હતુ.આશિષ સોસાયટીમાં ઘર નંબર 31માં રહેતા નિખિલ ગાંધીનો બે વર્ષનો પુત્ર જેનિલ ઘરના બારણા પાસે રમી રહ્યો હતો.

તસવીર સૌજન્ય : એબીપી ન્યુઝ ગુજરાતી

આ દરમિયાન પિકઅપ વાન સોસાયટીમા ડિલિવરી માટે આવી અને ત્યારે ગાડી ચાલકે રિવર્સ લેતા જેનિલ પર પાછળનું ટાયર ફરી વળ્યું. ઘર પાસે જ તેનું કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતુ.જેના કારણે માતા પિતા સહિત પરિવાર પર આભ તૂટી પડ્યુ હતુ. ઘટનાની જાણ પોલિસને થતા તે તાત્કાલિક દોડી આવી હતી અને બાળકની લાશને પીએમ અર્થે મોકલી આપી હતી. જે બાદ વધુ તપાસ હાથ ધરી હતી.

પરિવારના વ્હાલસોયા અને નાનકડા દીકરાનું મોત થતા પરિવાર સહિત સોસાયટીમાં પણ ગમગીની છવાઇ ગઇ હતી.ઉલ્લેખનીય છે કે, હાલમાં જ બનાસકાંઠા જિલ્લામાં એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી હતી.

પાલનપુરના એસબીપુરા પાટીયા પાસે બે ટ્રકો વચ્ચે ટક્કર થતા 3 લોકોનાં મોત નિપજ્યા હતા. રાજસ્થાનથી ઘેટા ભરી ટ્રક ગુજરાત આવી રહી હતી અને ત્યારે જ તેને અકસ્માત નડ્યો હતો. જો કે, ટ્રક ડ્રાઈવર સહિત ટ્રકમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.

Shah Jina