વડોદરામાં બે યુવકોના બ્રિજ પરથી નીચે પટકાતા મોત, એકનું ટુ-વ્હીલર સ્લીપ થયુ તો બીજાએ ટ્રક રિવર્સ આવતા કારમાંથી ઉતરી માર્યો કૂદકો

વડોદરામાં 24 વર્ષનો હર્ષ લિમ્બાચિયા ટુ-વ્હીલર સ્લીપ થતા બ્રિજથી નીચે આવ્યો ને પ્રાણપંખેરું ઉડી ગયું, તસવીરો જોઈને રુવાડા ઉભા થઇ જશે 

ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતે મોત થવાના અનેક કિસ્સાઓ છાસવારે સામે આવતા રહે છે. કેટલીકવાર ચાલકની ભૂલને કારણે તો કેટલીકવાર વાહનમાં ખરાબીને કારણે આવા કિસ્સાઓ બનતા રહે છે. પણ હાલમાં જે કિસ્સો વડોદરામાંથી સામે આવ્યો તેમાં ફતેગંજનો બ્રિજ બે યુવકો માટે જીવલેણ સાબિત થયો. આ બ્રિજ પર થયેલ અકસ્માતમાં એક યુવક બ્રિજ પરથી નીચે પટકાયો હતો અને તેને કારણે તેનું મોત નિપજ્યુ હતુ. આ બ્રિજ પર છેલ્લા પાંચેક વર્ષમાં ચોથી વખત અકસ્માતની ઘટના બની છે.

ઘટના બાદ આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને રોષ વ્યક્ત કર્યો હતો. ફતેગંજ બ્રિજ પરથી નીચે પટકાતા ટુ-વ્હીલર ચાલક હર્ષ લિમ્બાચિયાનું મોત થતા પરિવારજનોમાં ચકચારી મચી ગઇ હતી. જ્યારે દેવલ સોલંકી નામના યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બીજી બાજુ એક આવો જ કિસ્સો સામે આવ્યો. જેમાં વડોદરા નજીક એક્સપ્રેસ હાઈવે પર ચઢવાના બ્રિજ પરથી ટ્રક રિવર્સ આવતી જોઇ તેનાથી બચવા કાર ચાલક કારમાંથી ઉતરી બ્રિજ પરથી કૂદી ગયો હતો અને તેને કારણે તેનું મોત થયું હતુ.

હર્ષ લિંબાચિયા સાથે થયેલ ઘટનાની વાત કરીએ તો, બ્રિજ પર ટર્નિંગ લેતી વખતે ટુ-વ્હીલર સ્લીપ થતા અકસ્માત સર્જાયો અને તેને કારણે યુવક બ્રિજની નીચે પટકાયો હતો. હર્ષની સાથે એક બીજો યુવક પણ હતો. જો કે, સદનસીબે તેનો જીવ બચી ગયો છે. આ અકસ્માતની ઘટના બુધવારે મધ્ય રાત્રીએ સર્જાઈ હતી. સ્થાનિક અનુસાર, એક યુવક ઉપરથી નીચે પટકાયો અને તેનું મોત થઈ ગયું. બુધવારે રાત્રે 12.30 વાગ્યા આસપાસ આ દુર્ઘટના બની હતી.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ આ રીતે બ્રિજ પરથી વાહનચાલકોની નીચે પટકાવાની ઘટના બની છે અને જેને કારણે સ્થાનિકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આવી ઘટનાઓ ઘણીવાર બની હોવા છત્તાં પણ તંત્ર દ્વારા પગલા ભરવામાં ન આવી રહ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

બીજા અકસ્માતની વાત કરીએ તો, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવ પર દુમાડ ચોકડી આગળ અમદાવાદ તરફ જતા, બ્રિજ પર આગળ ચાલતી ટ્રક અચાનક રિવર્સમાં આવતા ચાલક ગભરાઇ ગયો હતો અને તેણે કારમાંથી ઉતરી બ્રિજ પરથી કૂદકો માર્યો હતો. આ ઘટનામાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેનું મોત નીપજ્યું હતુ. જણાવી દઇએ કે, આ પહેલાં ગત 31 ડિસેમ્બરના રોજ રાત્રે ફતેગંજ બ્રિજ પરથી નીચે પટકાતા બે યુવાનનાં મોત થયાં હતાં.

Shah Jina