USAની યુવતિને પસંદ આવ્યો 12 પાસ ખેડૂતનો પુત્ર, લગ્ન કરવા માટે દોડી આવી ભારત

અમેરિકાની ગોરી મેમને ભારતનો 12 પાસ મર્દ પસંદ આવી ગયો, 7 સમુન્દર પાર કરીને…જુઓ PHOTOS

કહેવાય છે ને કે, પ્રેમ કયારે કયાં અને કોને થઇ જાય તેની કોઇને ખબર નથી રહેતી અને આ પ્રેમ પછી ગમે તે રીતે થતો હોય છે. હાલ તો સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો દુનિયાના કોઇ પણ ખૂણે રહેલી વ્યક્તિ સાથે વાત કરી શકે છે. આજ-કાલ સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા લોકોને પ્રેમ થઇ જતો હોય છે અને પ્રેમ માટે તેઓ કંઇ પણ કરી શકે છે. તેવા અનેક કિસ્સા પણ સામે આવતા રહે છે.

હાલમાં અનેક એવા કિસ્સા સામે આવી રહ્યા છે કે ફોરેનની યુવતિને ભારતના યુવક સાથે પ્રેમ થઇ ગયો અને તે તેના માટે બધુ છોડી ભારત આવી ગઇ અને લગ્ન કરી લીધા. આવો જ એક બીજો કિસ્સો સામે આવ્યો છે. એક 12 પાસ છોકરાને USAની છોકરી સાથે પ્રેમ થઇ ગયો અને તે યુવતિએ ભારત આવી તેની સાથે લગ્ન કરી લીધા.

દિલ્લી બોર્ડર પર હરિયાણાના ગામ કાદીપુરના રહેવાસી દિપક કૌશિક ખેડૂતનો દીકરો છે. તેણે 12 ધોરણ સુુધી અભ્યાસ કર્યો છે. તેની મુલાકાત ફેસબુક પર USAની શૈલી મેરીન ટેપ્સ સાથે થઇ હતી. જૂન 2015માં તેઓ મિત્ર બન્યા અને બંને વચ્ચે વાતચીત શરૂ થઇ તે બાદ દીપકને શૈલી સાથે પ્રેમ થઇ ગયો.

જાન્યુઆરીમાં દીપકે શૈલીને પ્રપોઝ કરી દીધુ અને તેને ઉમ્મીદ ન હતી શૈલી તેની સાથે લગ્ન કરવા માટે માની જશે, પરંતુ શૈલીએ પણ હા કરી દીધી. 44 વર્ષિય શૈલી મેરીન ટેપ્સ USAના ન્યુયોર્ક પાસે લેમનમાં રહે છે. તેના પિતા વેટર તરીકે કામ કરે છે. તે જણાવે છે કે, તેના પરિવારમાં આ લગ્નથી કોઇને આપત્તિ ન હતી એટલા જ માટે તે દીપક સાથે લગ્ન કરવા નોકરી છોડી 24 મેના રોજ ભારત આવી ગઇ.

આ બંનેએ અહીં હિંદુ રીતિ-રિવાજ મુજબ ક્નોટ પ્લેસના આર્ય સમાજ મંદિરમાં 4 જૂન 2016ના રોજ લગ્ન કરી લીધા અને 13 જૂનના રોજ રજિસ્ટર કરાવ્યા. 17 જુલાઇના રોજ લગ્નનું રિસેપ્શન રાખવામાં આવ્યુ, જેમાં દિપકના પરિવારવાળા અને ગામવાળા લોકો સામેલ થયા અને તે બધા ઘણા ખુશ હતા. તમને જણાવી દઇએ કે, દિપક શૈલી કરતા લગભગ 16 વર્ષ નાના છે.

Shah Jina