બોલીવુડના સિતારાઓ માટે ગુજરાત એક આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. બોલીવુડના ઘણા સિતારાઓ ગુજરાતની અંદર શૂટિંગ માટે, ફરવા માટે કે કોઈ બ્રાન્ડના ઓપનિંગની અંદર આવતા હોય છે. ત્યારે ગઈકાલે બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી ઉર્વશી રૌતેલા ગાંધીનગરમાં આવી હતી.
ઉર્વશી રૌતેલાનું ગાંધીનગરમાં આવવા પાછળનું કારણ એક જિમના ઓપનિંગનો હતો. ગાંધીનગરમાં અદ્યતન સુવિધા સાથે શરૂ થયેલા “જિમ લોન્જ”ના ઉદ્દઘાટન પ્રસંગે આવી હતી, જેના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.
ઉર્વશી રૌતેલાને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જેવી જ ઉર્વશીની કાર કાર્યક્રમ સ્થળ પાસે પહોંચી લોકોએ તેને ઘેરી લીધી હતી. ત્યાં હાજર સુરક્ષા કર્મીઓએ ભારે જહેમત બાદ લોકોને થોડા દૂર ખસેડ્યા હતા અને તેના બાદ ઉર્વશી લોકોનું અભિવાદન કરતા કરતા સ્ટેજ સુધી પહોંચી હતી.
સ્ટેજ સુધી પહોંચવા દરમિયાન અને સ્ટેજ ઉપર પહોંચીને પણ ઉર્વશીએ ચાહકોને ફલાઇંગ કિસ પણ આપી હતી. આ દરમિયાન ઉર્વશી ચમકદાર ગાઉનમાં જોવા મળી હતી. જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. ઉર્વશીએ ગાંધીનગરને સંબોધતા “કેમ છો ? ગાંધીનગર ?” દ્વારા પોતાની વાતની શરૂઆત કરી હતી.
ઉર્વશીએ સ્ટેજ ઉપરથી સંબોધન કરતા લોકોને ફિટ રહેવા માટેની સલાહ આપી હતી, તો ચાહકો સાથે તેને ખુબ જ ડાન્સ પણ કર્યો હતો. સ્ટેજની નીચે રહેલા ચાહકોમાંથી તેને કેટલાક ચાહકોને પોતાની સાથે ડાન્સ કરવાની પણ તક આપી હતી.
View this post on Instagram
ગાંધીનગરમાં બૉલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાને જોઈને તેના ચાહકો પણ ખુબ જ ખુશ થઇ ગયા હતા. થોડીવાર ચાહકોને સંબોધિત કરીને ઉર્વશી જિમનું ઓપનિંગ કરવા માટે ચાલી ગઈ હતી. જ્યાં પ્રેસ કોન્ફ્રન્સ બાદ તે પરત જવા માટે નીકળી ગઈ હતી.
ઉર્વશી રૌતેલાની ગાંધીનગરની આ સફર ચાહકો માટે ખુબ જ યાદગાર બની છે. સોશિયલ મીડિયામાં પણ તેની તસવીરો અને વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. જેમાં ઉર્વશીનો એક અનોખો અંદાજ જોવા મળી રહ્યો છે.