મોબાઈલ ખરીદીને પૈસા આપવાના બહાને દુકાનદારની આંખમાં મરચું નાખીને ભાગી ગયો શખ્સ, વીડિયો થયો વાયરલ

ઉત્તર પ્રદેશના બદાયૂ જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં, આ એક દુકાનના સીસીટીવીનો વીડિયો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક વ્યક્તિ દુકાનદારની આંખમાં લાલ મરચું નાંખે છે અને ત્યાંથી ભાગી જાય છે. વીડિયો શેર કરનાર વ્યક્તિએ દાવો કર્યો છે કે મરચું ફેંકનાર વ્યક્તિ ગ્રાહક બનીને દુકાન પર આવ્યો હતો. તેણે 13,570 રૂપિયાની કિંમતનો મોબાઈલ ખરીદ્યો હતો.

ઓનલાઈન પેમેન્ટ માટે તેણે પોતાનો મોબાઈલ ફોન કાઢવા માટે ખિસ્સામાં હાથ નાખ્યો, પરંતુ મોબાઈલને બદલે તેણે મરચાનો ભૂકો કાઢીને દુકાનદારની આંખમાં ફેંકી મોબાઈલ લઇ ત્યાંથી ભાગી ગયો હતો. આ ક્લિપ માત્ર 14 સેકન્ડની છે, જેમાં જોઈ શકાય છે કે કેપ અને માસ્ક પહેરેલ વ્યક્તિ કાઉન્ટરની બીજી બાજુ ઉભો છે. જ્યારે બે વૃદ્ધ વ્યક્તિઓ ખુરશી પર બેસીને તેમના મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યાં છે, જ્યારે બીજી વ્યક્તિ નજીકમાં ઊભી રહીને તેમના મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહી છે.

આવી સ્થિતિમાં કાઉન્ટરની બહાર ઊભેલો વ્યક્તિ ખિસ્સામાં હાથ નાખીને કંઈક શોધે છે. થોડીવાર પછી, તે ચશ્મા પહેરેલા વ્યક્તિની આંખોમાં મરચુ પાવડર ફેંકી દે છે અને ભાગી જાય છે, જ્યારે ખુરશી પર બેઠેલા વૃદ્ધ કાકા ‘પકડો…પકડો…’ બૂમો પાડવા લાગે છે. પરંતુ ત્યાં સુધીમાં તે વ્યક્તિ ત્યાંથી ભાગી જાય છે.

ટ્વિટરના એક યુઝર @anuraganu83, જેમણે પોતાના બાયોમાં પોતે પત્રકાર હોવાનું વર્ણવ્યુ છે તેમણે આ વીડિયો 7 નવેમ્બરના રોજ પોસ્ટ કર્યો અને દાવો કર્યો કે – આ ભાઈએ 13,570 રૂપિયાનો મોબાઈલ ખરીદ્યો હતો. તેણે ઓનલાઈન પેમેન્ટ માટે મોબાઈલ ફોન કાઢવા ખિસ્સામાં હાથ નાખ્યો અને દુકાનદારની આંખમાં લાલ મરચું નાખીને ભાગી ગયો. ઘટના બદાયૂ જિલ્લાના બિલસી શહેરની છે. પોલીસ આરોપીને શોધવામાં વ્યસ્ત છે. જોકે આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ સીસીટીવી ફૂટેજ ચોક્કસપણે ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યો છે.

Devarsh