11 નવેમ્બરે મોડી રાત્રે બોપલમાં થયેલી MICA વિદ્યાર્થીની હત્યા કેસમાં આજે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યુ હતુ, આ કેસને લઇને આજે બપોરે પોલીસ ટીમ કાફલા સાથે આરોપીને લઇને બોપલ પહોંચી હતી. આ દરમિયાન આરોપી વિરેન્દ્રસિંહ સતત રડતો હતો અને પોતાની ગુનાની માફી માંગી રહ્યો હતો.
વિદ્યાર્થીની હત્યા કરી તેના પર અફસોસ વ્યક્ત કરી રહ્યો હતો. રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી ખુલ્લા પગે અને ટીશર્ટમાં જોવા મળ્યો હતો, અને તેને દોરડા સાથે બાંધીને બોપલના રસ્તાં પર ફેરવવામાં આવ્યો હતો. પોલીસે રિકન્સ્ટ્રક્શન કરીને સમગ્ર ઘટનાના પુરવાઓ વધુ મજબૂત રીતે ભેગા કર્યા હતા. જેમાં તેને કઇ રીતે અને કેટલી સ્પીડમાં કાર ચાલવી હતી, વિદ્યાર્થીઓ સાથે કઇ રીતે માથાકૂટ થઇ, ચપ્પૂના ઘા ક્યાં કેવી રીતે માર્યા.ત્યાં તે સમયે કોણ હાજર હતુ વગેરે વગેરે માહિત પોલીસ અધિકારી લઇ રહ્યા છે.
આ સમગ્ર રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી પોલીસ સ્ટાફની સામે રડતો દેખાઇ રહ્યો હતો.હત્યાના આરોપી પોલીસકર્મી વિરેન્દ્રસિંહ પઢેરીયા સાથે અન્ય એક પોલીસ કર્મી પણ હોવાનો ખુલાસો થયો છે. દિનેશ નામના પોલીસ કર્મીએ વિરેન્દ્રને ભગાડવામાં મદદ કરી હતી. વિદ્યાર્થીની હત્યા પહેલાના CCTV ફુટેજ સામે આવ્યા છે. જેમાં આરોપી પોલીસકર્મી વિરેન્દ્રસિંહ પઢેરિયા હેરિયરકાર સાથે CCTVમાં કેદ થયો છે.
સીસીટીવી વીડિયોમાં દેખાઈ છે કે પ્રિયાંશુ અને તેનો મિત્ર બુલેટ પર નીકળે છે અને બુલેટ ટર્નમાં ધીરે કરે છે અને સામેથી હેરિયર કાર આવે છે.આ સમયે કાર ચાલકને ‘એ ધીરે ચલાવ’ કહીને બન્ને મિત્રો આગળ જતા રહે છે.પરંતુ હેરિયરચાલક યુ-ટર્ન લઈને તેમનો પીછો કરે અને તેમને આગળ ઉભા રાખીને વિદ્યાર્થી છરીના ઘા મારીને જતો રહે છે. ફૂટેજના આધારે ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ અને ગાંધીનગરની 300 જેટલી હેરિયર કાર ચેક કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, હત્યાની રાત્રે વિરેન્દ્રસિંહ બહાર જવા નીકળ્યો હતો અને પંજાબ ગયો હતો. અંતે પોલીસે 80 જેટલા સીસીટીવી ચેક કરીને હત્યારા સુધી પહોંચી અને પંજાબથી ઉઠાવી લાવી.