સુરત: પત્નીએ પિયરમાં મોતને વહાલું કર્યું એ સાંભળીને પતિએ પણ પોતાનું જીવન પણ ટૂંકાવી નાખ્યું, 40 મિનિટ સુધી કરી હતી વાત

આજે મોટાભાગના લોકો પોતાના જીવનથી કંટાળીને સમય પહેલા જ મોતને વહાલું કરતા હોય છે, આવા ઘણા કિસ્સાઓ પણ સમાચાર અને સોશિયલ મીડિયામાં સાંભળવા મળે છે ત્યારે હાલ સુરતમાંથી એક એવો જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પાંડેસરામાં રહીને છેલ્લા 6 વર્ષથી સાડીની દુકાનમાં કામ કરતા પ્રદીપના લગ્ન બે મહિના પહેલા જ એટલે કે 10 ડિસેમ્બરના રોજ રીતુ સાથે થયા હતા. લગ્ન બાદ રીતુ પોતાના વતન ઉત્તરપદેશના અલ્હાબાદમાં પોતાના પરિવાર સાથે રહેતી હતી. જયારે લગ્ન બાદ પ્રદીપ 16 જાન્યુઆરીના રોજ સુરતમાં કામ માટે પરત ફર્યો હતો.

18 ફેબ્રુઆરીના રોજ બંનેએ 40 મિનિટ સુધી ફોન ઉપર વાત પણ કરી હતી. પરંતુ ત્યારબાદ પ્રદીપને તેની પત્ની રીતુના આત્મહત્યા કરી લેવાના સમાચાર મળ્યા હતા. જેના બે કલાક પછી જ પ્રદીપે  પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

આ સમગ્ર ઘટનાની જાણ તથા જ ચકચાર મચી જવા પામ્યો હતો. બંનેના આપઘાત પહેલા 40 મિનિટ સુધી ફોન ઉપર શું વાતો થઇ તેના વિશે પણ અલગ અલગ તર્ક વિતર્ક છે. આ સમગ્ર ઘટનાની હાલ પોલીસ તપાસ કરી રહી છે. સાચું કારણ તપાસ બાદ સામે આવશે.

Niraj Patel