IAS અને IFS અધિકારીના લગ્ન બન્યા ચર્ચાનો વિષય, લગ્નની અંદર તોડી નાખી હિન્દૂ ધર્મની વર્ષો જૂની આ માન્યતા, કારણ જાણીને તમે પણ ગર્વ કરશો

આપણા હિન્દૂ ધર્મની અંદર દરેક કાર્ય માટે એક રિવાજ અને મુહૂર્ત હોય છે. લગ્નમાં પણ તેનું ખાસ મહત્વ રહેલું હોય છે. લગ્નના રિવાજો પણ ખુબ જ મહત્વ રાખે છે અને ઘણા લોકો એવા પણ હોય છે જે આ રિવાજોનું નિયમબધ્ધ રીતે પાલન થાય એમ ઈચ્છે છે, તો આજે જમાનો થોડો બદલાયો અને છે અને ઘણા લોકો રૂઢ થઇ ગયેલી માન્યતાઓને તોડી કંઈક નવું વિચારે છે, જેનો ઘણીવાર વિરોધ પણ થતો હોય છે તો ઘણા લોકો આ બદલાવને સ્વીકારતા પણ હોય છે.

ત્યારે હાલ એવા જ એક લગ્ન ચર્ચાનો વિષય બન્યા છે, જે કોઈ સામાન્ય વ્યક્તિના નહીં પરંતુ એક IAS અધિકારીના હતા અને તેમને વર્ષોથી ચાલી આવતી હિન્દૂ પરંપરાની એક એવી વિધિના બંધનને તોડી નાખ્યું જેના માટે કોઈએ વિચાર્યું પણ નહિ હોય અને તેમના આ કદમની પ્રસંશા પણ લોકો કરી રહ્યા છે.

મધ્ય પ્રદેશના નરસિંહપૂર જિલ્લાના જોબા ગામમાં એક મહિલા IAS ઓફિસર અને IFS અધિકારીએ લગ્ન કર્યા જે હાલ ચર્ચામાં છે. આઈએએસ તપસ્યા પરિહારે યુપીએસસીની પરીક્ષામાં 23મી રેન્ક મેળવી હતી. તેમને આઈએફએસ અધિકારી ગર્વિત ગંગવાર સાથે લગ્ન કર્યા.

તપસ્યા પરિહારના લગ્ન એટલા માટે ચર્ચામાં રહ્યા કે તેમને કન્યાદાન કરાવવાની ના પાડી દીધી. તપસ્યાએ તેના પિતાને કહ્યું કે “હું દાનની વસ્તુ નથી. તમારી દીકરી છું. તેમને લગ્નમાં કન્યા દાનનો રિવાજ ના કરાવ્યો. ગુરુવારના રોજ જોવા ગામની અંદર આ લગ્નનું રિસેપશન થયું હતું. જેમાં બંને પક્ષના સંબંધીઓ અને ઓળખીતાઓ સામેલ હતા.

હિંદુ સંસ્કૃતિમાં કન્યાદાનનું વિશેષ મહત્વ છે, પરંતુ નરસિંહપુર જિલ્લામાં જન્મેલી તપસ્યા પરિહારે તમામ બંધનો તોડીને પોતાના લગ્નમાં કન્યાદાનની વિધિ ન થવા દીધી, જેના કારણે આ લગ્ન ચર્ચામાં છે. IAS ઓફિસર તપસ્યા કહે છે કે “નાનપણથી જ તેઓ સમાજની આ વિચારધારા વિશે વિચારતા હતા કે કોઈ મારુ કન્યાદાન કેવી રીતે કરી શકે ? તે પણ મારી ઈચ્છા વગર. ધીમે ધીમે મેં મારા પરિવાર સાથે આ જ વાતની ચર્ચા કરી અને પરિવારના સભ્યો પણ આ અંગે સંમત થયા. ત્યારબાદ વર પક્ષને પણ આ માટે સમજાવવામાં આવ્યું અને કોઈ પણ કન્યાદાન કર્યા વગર લગ્ન થઈ ગયા.”

IAS તપસ્યા પરિહારનું કહેવું છે કે જો બે પરિવાર એક સાથે મળીને લગ્ન કરે છે તો તે નાનું-મોટું કે ઊંચું-નીચું હોવું યોગ્ય નથી. કોઈને દાન કેમ આપવું જોઈએ ? અને જ્યારે હું લગ્ન માટે તૈયાર થઇ ત્યારે પરિવારના સભ્યો સાથે ચર્ચા કરીને કન્યાદાનની વિધિને પણ લગ્નથી દૂર રાખી હતી.

તો તપસ્યાના પતિ IFS ગર્વિત એ પણ સમજાવે છે કે લગ્ન પછી છોકરીને સંપૂર્ણપણે બદલાવવું પડે છે. સેંથામાં સિંદૂર ભરવાની વાત હોય કે પછી એવી કોઈ પરંપરા હોય જે સાબિત કરે કે છોકરી પરણેલી છે. આવા સંસ્કારો છોકરા માટે ક્યારેય લાગુ પડતા નથી અને આપણે ધીમે ધીમે આવી માન્યતાઓ દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ. તપસ્યાના પિતા પણ લગ્નથી ખુશ છે. તેઓ માને છે કે આવી વિધિઓને છોકરીને પિતાના ઘરમાંથી અથવા તેની મિલકતમાંથી કાઢી મૂકવાના કાવતરા તરીકે જોવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે આ સમગ્ર લગ્ન વૈદિક મંત્રો અને બાકીની વિધિઓ સાથે સંપન્ન થયા હતા. IAS અને IFS બંને અધિકારીઓએ કન્યાદાન જેવી વિધિને હટાવીને લગ્નને અનોખું બનાવ્યું અને સમાજને એક ઉમદા સંદેશ પણ આપ્યો હતો, જેના કારણે આ લગ્ન ખુબ જ ચર્ચામાં પણ રહ્યા.

Niraj Patel