અમદાવાદમાં ગંદી ફિલ્મો જોવાના શીખીન મામાએ ભાણી સાથે એવો કાંડ કરી નાખ્યો કે ભાણી પણ કોઈને મોઢું બતાડવાને લાયક ના રહી

કળયુગમાં મામાનો ભરોસો પણ કરતા નહિ…!!! એમ્બ્રોડરીનું કામ કરતો હલકટ મામાએ ભાણી સાથે કર્યો એવો કાંડ કે પોલીસ પણ ચોંકી ઉઠી

સંબંધોને શર્મસાર કરતી ઘણી ઘટનાઓ સતત સામે આવતી રહે છે, ઘણા એવા એવા કિસ્સાઓ પણ જોવા મળે છે, કે લોહીના સંબંધોમાં પણ વિશ્વાસ કરવો આજના સમયમાં ભારે પડી જાય છે, ત્યારે હાલ અમદાવાદમાંથી એક મામા-ભાણીના સંબંધોને શર્મસાર કરનારી ઘટના સામે આવી છે, જેને જાણીને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય.

(પ્રતીકાત્મક તસવીર)

પ્રાપ્ત માહિતી અનુસાર વટવા પોલીસે એક એવા વ્યક્તિની ધરપકડ કરી છે જેને પોતાની જ સગી ભાણીના નામનું સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક ઉપર એકાઉન્ટ બનાવ્યું હતું, અને આ એકાઉન્ટ ઉપર તેમને તેમની ભણીની તસવીર તેમજ તેનો કોન્ટેક્ટ નંબર પણ લખ્યો હતો. એટલું જ નહિ આ મામાએ તો ભાણીનો ભાવ પણ લખી નાખ્યો હતો.

જેના બાદ આ મામા ઉપર ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આરોપી મામાની ધરપકડ કરીને યુવતીનું ફેસબુક એકાઉન્ટ ડીલીટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદમાં નોંધાવવામાં આવ્યું છે કે મામાએ જ ભાણીને બદનામ કરવા માટે ભાણીના નામની ફોટોવાળી એક પોસ્ટ બનાવી અને તેમાં બીભત્સ લખાણ પણ લખ્યું જેના કારણે પરણિત ભાણીને વિચિત્ર પરિસ્થિતિનો સામનો પણ કરવો પડ્યો હતો.

મામા દ્વારા લખવામાં આવેલી આ પોસ્ટ બાદ ભાણીને ઘણા લોકોના ફોન આવ્યા અને તેના બાદ ખબર પડી કે આ હરકત મામાએ જ કરી છે. જેના બાદ તેમને પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને વટવા પોલીસે આરોપી મામાની ધપરકડ કરી લીધી હતી. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું કે આરોપી મામા ગંદી ફિલ્મો જોવાનો શોખીન હતો અને તેના કારણે તે વિકૃત મગજનો પણ થઇ ગયો હતો.

Niraj Patel