WPL 2026: 15 વર્ષની ઉમા કાશ્વીએ રચ્યો ઈતિહાસ, દિલ્હી કેપિટલ્સે ખરીદી

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) ની પાંચમી એડિશન માટે ઓક્શન પ્રક્રિયા કોચીમાં પૂર્ણ થઈ ગઈ છે. આ મિની ઓક્શનમાં અનેક ખેલાડીઓ પર કરોડો રૂપિયાનો વરસાદ થયો, તો બીજી તરફ કેટલાક યુવા ખેલાડીઓએ ઈતિહાસ પણ રચ્યો. આ ઓક્શનમાં કર્ણાટકની માત્ર 15 વર્ષીય ઓલરાઉન્ડર ઉમા કાશ્વી ચર્ચાનું કેન્દ્ર બની રહી, જેને દિલ્હી કેપિટલ્સે તેની 10 લાખ રૂપિયાની બેઝ પ્રાઈસ પર ખરીદી છે.

WPL ઓક્શનમાં રચ્યો ઈતિહાસ
બુધવારે યોજાયેલા WPL ઓક્શનમાં ઉમા કાશ્વી WPL ઇતિહાસમાં કોન્ટ્રેક્ટ મેળવનારી સૌથી નાની ઉંમરની ખેલાડી બની ગઈ છે. તેણે આ મામલે હરિયાણાની દીયા યાદવનો રેકોર્ડ તોડ્યો છે, જે ગત વર્ષે 16 વર્ષની ઉંમરે દિલ્હી કેપિટલ્સમાં સામેલ થઈ હતી.

ઉમા કાશ્વીનો જન્મ 9 એપ્રિલ, 2011ના રોજ થયો હતો. ખાસ વાત એ છે કે જ્યારે ભારતે 2011માં વનડે વર્લ્ડ કપ જીત્યો હતો, તેના ઠીક એક અઠવાડિયા પહેલા જ તેનો જન્મ થયો હતો. આ જ પ્રકારે IPLમાં સૌથી નાની ઉંમરે ચર્ચામાં આવેલા વૈભવ સૂર્યવંશીનો જન્મ પણ 2011માં જ થયો હતો.

7 વર્ષની ઉંમરથી શરૂ કરી દીધી હતી ક્રિકેટની સફર
ઉમા કાશ્વીએ ખૂબ જ નાની ઉંમરે ક્રિકેટના મેદાન પર પોતાની ઓળખ બનાવવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે તે માત્ર 7 વર્ષની હતી, ત્યારે તેણે પોતાના ઘર પાસે જ એક ક્રિકેટ એકેડેમી જોઈન કરી લીધી હતી. સતત શાનદાર પ્રદર્શન કરીને તેણે આજે 15 વર્ષની નાની ઉંમરે વિમેન્સ પ્રીમિયર લીગ સુધીની સફર નક્કી કરી લીધી છે.

ઘરેલુ ક્રિકેટમાં કમાલનું પ્રદર્શન
ઘરેલુ ક્રિકેટમાં કર્ણાટકનું પ્રતિનિધિત્વ કરતી ઉમા કાશ્વી એક શાનદાર ઓલરાઉન્ડર છે. તે જમણા હાથથી બેટિંગ કરવાની સાથેસાથે ઓફ-સ્પિન બોલિંગ પણ કરે છે.

વિમેન્સ અંડર-15 ટૂર્નામેન્ટમાં તેણે શાનદાર બેટિંગ કરતા 516 રન બનાવ્યા હતા, ત્યારબાદ તે લાઈમલાઈટમાં આવી હતી.

તે કર્ણાટકની અંડર-15 ટીમની કેપ્ટન પણ રહી ચૂકી છે.

આ ઉપરાંત, તેણે મહારાણી ટ્રોફીમાં બેંગલુરુ બ્લાસ્ટર્સ ટીમની કેપ્ટનશિપ પણ સંભાળી છે.

દિલ્હી કેપિટલ્સ દ્વારા ટીમમાં સામેલ કરાયા બાદ હવે ઉમા કાશ્વી પાસે WPLમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતીય નેશનલ ટીમમાં જગ્યા બનાવવાની સોનેરી તક છે.

Previous Article

કરવા ચોથ પર બન્યો અત્યંત શુભ 'લક્ષ્મી નારાયણ યોગ': આ 3 રાશિના જાતકોના ખુલી જશે ભાગ્યના દ્વાર, મળશે બંપર ધનલાભ!

Next Article

તિલક વર્માની પ્રેરણાદાયી સફર: ગરીબીથી લઈને ટીમ ઈન્ડિયાના સ્ટાર બનવા સુધીની કહાની

error: Protected Content!