જુઓ 20 વર્ષના લબરમૂછિયાની ડોન બનવાની કહાની, આખું શહેર તેના નામથી ફફડતું હતું, પણ મળ્યું એવું મોત કે સાંભળીને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જશે

ઘણા લોકો બાળપણથી જ ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ વળી જતા હોય છે અને એવા એવા કામ કરતા હોય છે કે જેની કોઈએ કલ્પના પણ ના કરી હોય. ફિલ્મો અને વેબ સિરીઝમાં પણ નાની ઉંમરમાં બાળકોને ગેંગસ્ટર બનતા તમે જોયા હશે, પરંતુ હાલ એક એવા ગેંગસ્ટરની કહાની વાયરલ થઇ રહી છે, જેને ફક્ત 16 વર્ષની ઉંમરમાં જ પોતાની ગેંગ બનાવી લીધી અને 20 વર્ષે તો ગુન્હાની દુનિયામાં મોટું નામ બની ગયો.

અમે વાત કરી રહ્યા છીએ ઉજ્જૈનના ગેંગસ્ટર દુર્લભ કશ્યપની જે માત્ર 20 વર્ષની ઉંમરમાં શહેરનો ડોન બની ગયો હતો. લોકો તો તેનુ નામ સાંભળતાની સાથે ગભરાઈ જવા લાગ્યા. આ ઉપરાંત  તેણે પોતાની ફેસબુક પ્રોફાઇલ પર લખ્યું હતું કે “કોઈપણ પ્રકારના વિવાદના સમાધાન માટે સંપર્ક કરો.”

દુર્લભ કશ્યપ એક પાતળો 20 વર્ષનો યુવાન હતો જે હંમેશા કપાળ પર તિલક, આંખમાં કાજલ અને ખભા પર ગમછા પહેરતો હતો. આ તેની ઓળખ બની ગઈ. નાની ઉંમરમાં દુર્લભનો ઇરાદો ગુનાની દુનિયાનો બાદશાહ બનવાનો હતો. તેણે 16 વર્ષની ઉંમરે એક ગેંગ બનાવી હતી. તેની રહેવાની અને પહેરવાની સ્ટાઈલ યુવાનોમાં એટલી લોકપ્રિય થઈ ગઈ હતી કે ઘણા લોકો તેની સ્ટાઈલને ફોલો કરવા લાગ્યા હતા. તે બિલાડીઓને ખૂબ ચાહતો હતો. તે ઘણી વખત પોતાની સાથે એક બિલાડી રાખતો હતો.

દુર્લભ જીવાજીગંજના રહેવાસી મનોજ કશ્યપનો પુત્ર હતો. દુર્લભની માતા ઉજ્જૈનના ક્ષીરસાગર વિસ્તારમાં ભૂતપૂર્વ સ્કૂલ ટીચર રહી ચૂકી છે. તેનો જન્મ વર્ષ 2000માં ઉજ્જૈનમાં થયો હતો. વ્યવસાયે વેપારી એવા પિતાને તેમના પુત્ર પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ પુત્રએ ગુનાની દુનિયામાં ઘણુ નામ કમાવ્યુ. દુર્લભ યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય હતો. તે ઘણીવાર નાના છોકરાઓને તેની ગેંગમાં સામેલ કરતો હતો.

દુર્લભ સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહેતો હતો. તે પોતાનો અને તેની ગેંગના પ્રચાર માટે ફેસબુકનો ઉપયોગ કરતો હતો. દુર્લભએ પોતાની એક સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર પોતાને એક કુખ્યાત બદમાશ અને જાણીતા ગુનેગાર તરીકે લખ્યો હતો. તે ગુના કરવા માટે તેના પેજ પર જાહેરાતો પણ લખતો હતો. આ સિવાય તે સોશિયલ મીડિયા પર જ લોકોને ધમકીઓ આપતો હતો.

યુવકો તેનાથી પ્રભાવિત થઈને તેની ગેંગમાં જોડાઈ જતા હતા. દુર્લભની ગેંગમાં 100થી વધુ યુવકો જોડાયા હતો. તે તેમની પાસેથી ખંડણી, લૂંટ જેવા ગુનાઓ આચરતો હતો. જ્યારે તેણે તેના આ જ કામ માટે સોપારી લેવા માટે સોશિયલ મીડિયા પર જાહેરાત આપી, જેના સમાચાર પોલીસ સુધી પહોંચ્યા. આ જોઈને તત્કાલિન એસપી સચિન અતુલકરે 2018માં દુર્લભ કશ્યપની ગેંગનો પર્દાફાશ કર્યો હતો અને બે ડઝનથી વધુ છોકરાઓની ધરપકડ કરી હતી. પરંતુ વર્ષ 2020માં કોવિડ વેવ દરમિયાન બાકીના કેદીઓની જેમ તેને પણ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.

કહેવાય છે કે ખરાબ કાર્યોનું પણ ખરાબ પરિણામ આવે છે. 6 ડિસેમ્બર 2020ના રોજ ચાની દુકાન પર અન્ય ગેંગ સાથે તેનો વિવાદ થયો હતો. બુલેટ બંદૂકો અને છરીઓનો ધમધમાટ હતો. આ ગેંગ વોરમાં દુર્લભ માર્યો ગયો હતો. શહેરના કુખ્યાત શાહનવાઝ અને શાદાબે તેના પર 25થી વધુ છરીના ઘા ઝીંકી દીધા હતા. આ પછી દુર્લભનું અવસાન થયું. તેના નામે હજુ પણ કેટલીક ગેંગ સક્રિય હોવાનું કહેવાય છે.

Niraj Patel