અલ્પા પટેલે પોતાના ભરથારના બર્થ ડે પર આપી લાખોની શાનદાર ભેટ, કેક ઉપર લખાવ્યું એવું કે જોઈને કહેશો “પ્રેમ કરવાની આ રીત ખુબ જ ખાસ છે !”

લોક ગાયિકા અલ્પા પટેલે ભાઈના જન્મ દિવસે ભેટમાં આપ્યું હતું શાનદાર બુલેટ, હવે પોતાના ભરથારના જન્મ દિવસે આપી એવી ભેટ કે જોઈને ખુશ થઇ જશો, જુઓ

ગુજરાતી ફિલ્મોના કલાકારોની જેમ ગાયક અને ગાયિકાઓનો પણ એક મોટો ચાહક વર્ગ છે, તેમના જીવન સાથે જોડાયેલી બાબતો જાણવામાં પણ ચાહકોને ખુબ જ રસ હોય છે, અને સેલેબ્સ પોતાના જીવન વિશે જોડાયેલી બાબતો પણ ચાહકો સાથે હરદમ શેર કરતા રહે છે, ત્યારે હાલમાં જ ગુજરાતના લોકપ્રિય ગાયિકા અલ્પા પટેલે પણ પોતાના ભરથાર ઉદય ગજેરાનો જન્મ દિવસ ઉજવ્યો.

અલ્પાબેનના ભરથાર ઉદય ગજેરાએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાના જન્મ દિવસની કેટલીક શાનદાર તસવીરો શેર કરી છે, જેમાં જન્મ દિવસની ભવ્ય ઉજવણી થતા જોવા મળી રહી છે, આ દરમિયાન અલ્પા પટેલ, ઉદય ગજેરા અને તેમનો પરિવાર સાથે જોવા મળી રહ્યો છે.

અલ્પા પટેલે તેમના ભરથાર ઉદય ગજેરાના જન્મ દિવસ નિમિત્તે એક ખાસ કેક પણ બનાવડાવી હતી, અલ્પા પટેલના લગ્ન બાદ તેમના પતિનો આ પહેલો જન્મ દિવસ હોવાના કારણે આ દિવસની ખુશી પણ તેમના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાઈ રહી હતી, તેના કારણે જ અલ્પાબેને કેક ઉપર એક ખાસ મેસેજ પણ લખાવ્યો હતો.

અલ્પાબેને પતિ ઉદય ગજેરા માટે લાવેલી કેકની ઉપર “લવ યુ ઉદય” લખાવ્યું હતું, ફક્ત એટલું જ નહીં અલ્પાબેન તેમના ભરથારના જન્મ દિવસે તેમને આપવા માટે એક શાનદાર ભેટ પણ લાવ્યા હતા. અલ્પાબેન દ્વારા પતિને આપવામાં આવેલી આ ભેટ પણ ખુબ જ ખાસ અને મોંઘીદાટ હતી.

અલ્પાબેને તેમના પતિ ઉદય ગજેરાને “આઈફોન 13 પ્રો” ભેટમાં આપ્યો છે, ઓનલાઇન વેબસાઈટ અનુસાર આ ફોનની કિંમત 1 લાખ 29 હજાર રૂપિયાથી શરૂ થાય છે. ઉદય ગજેરા પણ આ ભેટ મેળવીને ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે, જેની તસવીરો પણ ઉદય ગજેરાએ તેમના સોશિયલ મીડિયામાં શેર કરી છે.

આ ઉપરાંત ઉદય ગજેરા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં તેમના પરિવારના સદસ્યો પણ જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ અલ્પા પટેલે પોતાના ભાઈનો પણ જન્મ દિવસ ઉજવ્યો હતો અને ભાઈના જન્મ દિવસે અલ્પા પટેલે ભેટ સ્વરૂપે એક શાનદાર ચમચમાતી બ્રાન્ડ ન્યુ રોયલ ઈનફિલ્ડ પણ ભાઈને ભેટમાં આપી હતી, જેની તસવીરો પણ તેમને સોશિયલ મીડિયામાં શેર કરી હતી.

17 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયિકા અલ્પા પટેલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા, તેમને ઉદય ગજેરા સાથે લગ્નના સાત ફેરા ફર્યા હતા. લગ્ન પહેલા તેમણે શાનદાર પ્રિ વેડિંગ ફોટોશૂટ પણ કરાવ્યું હતું જેની તસવીરો પણ સામે આવી હતી. અલ્પા પટેલની તસવીરો ઉપર ચાહકો પણ ખુબ જ પ્રેમ વરસાવતા હોય છે.

લગ્નના થોડા દિવસ બાદ અલ્પા પટેલ પોતાના ભરથાર ઉદય ગજેરા સાથે રજાઓ માણવા માટે પણ ગયા હતા. તેમને રજાઓ માણવા માટે અંદામાન પસંદ કર્યું હતું, જ્યાંથી પણ તેમને ઘણીબધી તસવીરો શેર કરી હતી. તેમની આ તસ્વીરોમાં બંને હાથમાં હાથ પકડીને ચાલતા પણ જોવા મળ્યા હતા, જેમાં તેમનો અદભુત પ્રેમ છલકી રહ્યો હતો.

 

Niraj Patel