બે વર્ષના બાળકે સાપની પૂછડી પકડી એવો ફેરવ્યો કે…માથુ ચકરાઇ જશે- જુઓ વીડિયો

બે વર્ષના બાળકે 7 ફૂટ લાંબા સાંપની પકડી પૂંછ અને પછી કર્યુ એવું કે જોઇને જ તમારો તો પરસેવો છૂટી જશે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તો હવે વાયરલ વીડિયોનું મોટુ હબ બની ગયુ છે. રોજબરોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અનેક વીડિયો વાયરલ થતા હોય છે. કેટલાક વીડિયો મનોરંજક હોય છે, તો કેટલાક વીડિયો ચોંકાવી દે તેવા હોય છે. હાલમાં જ એક આવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જે ખરેખર ચોંકાવનારો છે. આ વીડિયોમાં એક નાનકડો બાળક સાંપની પૂછડી પકડી તેને ખેંચી રહ્યો છે.

આ બાળક 2 વર્ષનો છે અને તેના પિતા દ્વારા આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. બાળક આ સાંપની પૂંછડીને ત્યાં સુધી નથી છોડતો જયાં સુધી તેને તે નીચે નથી ઉતારી દીધો. જો કે, એકવાર તેણે સાંપને છોડી દીધો હતો પરંતુ ત્યાં ઊભેલ વ્યક્તિએ બીજીવાર ખેંચવા માટે કહ્યુ તો તેણે એકવાર ફરી સાપને ખેંચી લીધો.

વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, સાપ ઘણો મોટો છે અને જોઇને જ કેટલાક લોકોનો તો પરસેવો પણ છૂટી જાય છે. જણાવી દઇએ કે, આ વીડિયો ઓસ્ટ્રેલિયાનો છે. ડેલી મેલના રીપોર્ટ અનુસાર આ બાળકના પિતા મૈટ રાઇટ છે, અને તેમણે જ આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

મૈટ રાઇટ છેલ્લા 20 વર્ષોથી ઉત્તરી ક્ષેત્રમાં મગરમચ્છને પકડી સ્થળાંતરિત કરી રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, આ 2 વર્ષનો બાળક એક પાર્કના કિનારે છે અને ત્યાં જ એક સાંપ પણ છે. તે સાપને ખેંચી નીચે લાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

Shah Jina